રાજશ્રી સિનેમાને લાગ્યું સીલ
હોસ્પિટલ, સ્કૂલ બાદ હવે થિયેટરોનો વારો' કાઢતી મનપા
અગ્નિકાંડ બાદ મહાપાલિકા દ્વારા ફાયર એનઓસી, બીયુપી અને કમ્પલીશન સર્ટિફિકેટનું સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે અને આ ત્રણ પૈકી એક પણ પૂરાવો ન હોય એટલે સીલ મારી દેવામાં આવે છે. અત્યાર સુધી સ્કૂલ, હોસ્પિટલ સહિતને ઝપટે લીધા બાદ હવે સિનેમાનો
વારો’ કાઢવાનું શરૂ કરવામાં આવ્યું છે. મહાપાલિકા દ્વારા શહેરની વર્ષો જૂની રાજશ્રી સિનેમાને સીલ મારી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
દરમિયાન સોમવારે બપોરે ૧ વાગ્યા સુધીમાં ૨૫ મિલકતોની તપાસ કરવામાં આવી હતી જેમાંથી નવને સીલ કરી દેવામાં આવ્યું હતું. ફાયર સેફ્ટીની ચકાસણી કરવા માટે મ્યુનિ.કમિશનર દ્વારા વોર્ડ દીઠ એક-એક વોર્ડ કમિટીની રચના કરવામાં આવી છે અને તેના દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ૪૫૦થી વધુ મિલકતોને સીલ લાગી જતાં લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.