મહિલા કોલેજ અંડરબ્રીજમાં રાજકોટનાં ‘તથ્ય’નું પરાક્રમ
હવે કોઈ સ્પીડમાં ગાડી ચલાવે તો તેને સમાચાર માધ્યમો અને સોશિયલ મીડિયામાં અમદાવાદના તથ્ય પટેલ સાથે સરખાવવામાં આવે છે. તથ્ય પટેલે જગુઆર ફૂલ સ્પીડમાં ચલાવીને ૯ લોકોના જીવ લીધા હતા. આજે સવારે રાજકોટમાં કાલાવડ રોડ ઉપર મહિલા કોલેજ અંડરબ્રીજ પાસે આવા જ એક ‘ તથ્ય’ એ 120 કિમીની સ્પીડે પોતાની કાર ચલાવી હતી અને પછી સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવ્યો હતો. સારું છે વહેલી સવારનો સમય હતો એટલે અવરજવર ખાસ ન હતી અન્યથા આ અકસ્માત જીવલેણ સાબિત થઇ શકત. આ ભાઈએ પોતાની કાર રેલીંગ સાથે અથડાવી દીધી હતી અને કાર તેમ જ રેલીગને નુકસાન થયું હતું. મહાપાલિકાએ આ નુકસાનીનો ખર્ચ કાર ચાલક પાસેથી વસૂલવો જોઈએ.