રૂ.૬ કરોડના ખર્ચે બનેલા રાજકોટના માધાપર ઓવરબ્રીજને આખરે ખુલ્લો મુકાયો
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે ઇ-લોકાર્પણ કર્યુ
ઓવરબ્રીજ શરૂ થતાં રાજકોટ-જામનગર-મોરબીના મુસાફરો અને ઔદ્યોગિક વાહનોને અવાર-જવરમાં સુગમતા રહેશે: મુખ્યમંત્રી
છેલ્લા કેટલાય સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવતી હતી તે રાજકોટ શહેરના જામનગર રોડ ઉપર આવેલા માધાપર ઓવરબ્રીજને આખરે ગઇકાલે સોમવારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે ઇ-લોકાર્પણ કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ તબક્કે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ ઓવરબ્રીજ શરૂ થતાં રાજકોટ, જામનગર તેમજ મોરબીના મુસાફરો અને ઔદ્યોગિક વાહનોને અવર-જવરમાં સુગમતા રહેશે. સાથોસાથ માળખાકીય વિકાસ થતી નવા સીમાચિન્હો સ્થાપવામાં ગુજરાત સદા અગ્રેસર રહ્યું છે.
મુખ્યમત્રીએ વધુમા જણાવ્યુ હતુ કે, આ બ્રિજથી રાજકોટના નાગરિકોની સુવિધામા વધારો થશે તેમજ આસપાસના ઔદ્યોગિક વિસ્તારોના મોટા વાહનોને પણ આવનજાવનમા વધુ સગવડ મળશે. આ ફ્લાયઓવર થકી જામનગર- રાજકોટ વચ્ચે અવરજવર કરતા નાગરિકોના સમય અને ઇંધણનો બચાવ થશે. પ્રધાનમત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને જરૂરી આતરમાળખાકીય સુવિધાથી સજજ બનાવી અન્ય રાજ્યો માટે રોલ મોડલ બનાવ્યુ હતુ. દેશમા ૯ વર્ષમા ૩ લાખ ૨૮ હજાર કી. મી.ના ગ્રામીણ રસ્તાઓનુ નિર્માણ થયુ છે. દેશમા રોજના ૩૭ કી. મી. હાઈવેનુ નિર્માણ થઇ રહ્યુ છે. ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સુદ્રઢ માળખાને વધુ વિકસિત કરવા માટે આ વર્ષના બજેટમા રૂ. ૨૦,૬૦૦ કરોડ જેટલી રકમ અને હાઇવેને ફોરલેન બનાવવા માટે ૨૮૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામા આવશે. ૨૨૦૦ કરોડના ખર્ચે ત્રણ હાઇવેને સિકસલેન કરવાની કામગીરી પ્રગતિમા છે. હાઇવે સાથે મોટા શહેરોમા ઈઝ ઓફ લિવિગ વધે તે માટે તેના રસ્તાઓને વધુ વિકસિત કરવાની રાજય સરકારની નેમ છે. પ્રધાનમત્રીના આતરમાળખાકીય સુવિધાઓના વિકાસ દ્વારા રાષ્ટ્રના વિકાસમા નવા સીમાચિહ્નો સ્થાપવાના સકલ્પને સાકાર કરવા ગુજરાત પ્રતિબધ્ધ છે.
કલેક્ટર પ્રભવ જોશીએ સ્વાગત ઉદબોધન કર્યું હતુ. ઉપસ્થિત સર્વે મહાનુભાવોએ ઓવરબ્રિજના પ્રવેશ પાસે પરપરાગત રીતે શ્રીફળ વધેરીને બ્રિજને ખુલ્લો મુક્યા બાદ શુભારભ થયેલા બ્રિજ પર સફર કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમત્રીના હસ્તે શરૂ થનાર આ બ્રીજ રૂ. ૬૦ કરોડથી વધુના ખર્ચે બન્યો છે, તેની લબાઇ ૧૧૨૫ મીટર અને ૨×૧૧ મીટર પહોળાઇ છે, આ ઓવરબ્રિજની બને તરફ ૮.૮ મીટર પહોળાઈના સર્વિસ રોડ રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા તૈયાર કરવામા આવ્યા છે. આ બ્રીજ સ્ટ્રીટ લાઇટ તેમજ વરસાદી પાણીના નિકાલ માટે ડે્રનેજની સુવિધાથી સજ્જ છે. ઓવરબ્રિજના વાહનની સુગમ અવરજવર માટે માધાપર ચોકડી પર ૫૦ મીટર અને માધાપર ગામથી ઈશ્વરીયા પાર્ક તરફ જવા માટે ૩૦ મીટર પહોળાઈનુ જકશન પણ બનાવવામા આવેલ છે. આ પ્રસંગે મંત્રી ભાનુબેન બાબરીયા સહિત સંસદસભ્યો, મેયર, ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.