સાહસ અને સંકલ્પથી માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું રાજકોટની જાનકી ભટ્ટનું સ્વપ્ન
આત્મવિશ્વાસ સાથે મુશ્કેલીને પાર કરી જાનકી ભટ્ટે 6 વખત હિમાલય સર કર્યો
આપણા પુરુષ પ્રધાન દેશમાં મહિલાના સાહસ થકી વૈશ્ર્વિક સ્તરે ભારતનું નામ રોશન કરનાર અનેક મહિલાઓ છે. વાત આવે જયારે પર્વતારોહકની ત્યારે 6 વખત હિમાલયને સર કરનાર રાજકોટની જાનકી ભટ્ટની હવે માઉન્ટ એવરેસ્ટ પર નજર છે. રાજકોટની જાનકી ભટ્ટ જેનું સ્વપ્ન છે,વિશ્ર્વનાં સૌથી ઉંચા શિખર ઉપર ભારતીય ધ્વજ લ્હેરાવવાનું તમે જીવનમાં જેવું વિચારો તેવુ શકય છે પણ તમારા લક્ષ્ય અને આર્દશો સ્થિર હોવા જોઇએ. કોઇપણ આ સાવાદી વિચારોમાં અપાર શક્તિ હોય છે. કંઇક નોખું અને અનોખુ કરવા નિર્ણય અને ઇચ્છા પ્રબળ હોવી જોઇએ. સફળતાની મુખ્ય શરત છે હિંમત, દૃઢ વિચારોનું મનોમળ સમગ્ર વ્યક્તિત્વ ઉપર અસર કરે છે. કરવા લાયક કામોથી વિશ્ર્વ ભરેલુ છે તમે તકની વાટ ન જોવો અને પેદા કરો. સફળ વ્યક્તિઓમાં હકારાત્મક વલણ, લક્ષ્યપ્રત્યેની સભાનતા, ત્વરિત નિર્ણય શક્તિ, સફળ નેતૃત્વ, આત્મવિશ્ર્વાસ, ઉત્સાહ અને સ્વસ્થ તંદુરસ્ત શરીર હોય છે.
રાજકોટની જાનકી ભટ્ટની અનોખી કહાની છે. માઉન્ટ એવરેસ્ટ સર કરવો તે દુનિયાની સૌથી અઘરી વાત માનવામાં આવે છે. એવા અનેક લોકો છે, જે માઉન્ટ એવરેસ્ટ સર કરવાની સફર અધવચ્ચે જ છોડી દે છે. કારણ કે માઉન્ટ એવરેસ્ટને સર કરવો કોઈ નાની વાત નથી. આ માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે આત્મવિશ્વાસ હોવો જરૂરી છે અને મજબુત મનોબળ હોવું જરૂરી છે. ત્યારે રાજકોટની જાનકી હવે માઉન્ટ એવરેસ્ટ પર ભારતનો ધ્વજ લહેરાવવા તૈયાર છે. તમે જીવનમાં જેવું વિચારો તેવું શક્ય છે પણ તમારા લક્ષ્ય અને આર્દશો મક્કમ હોવા જોઈએ જોઇએ. રાજકોટની જાનકી ભટ્ટ આ જ આત્મવિશ્વાસ અને મનોબળ સાથે માઉન્ટેનરિંગ કરવા માટે નીકળી પડી છે. રાજકોટની આ પર્વતારોહક જાનકી ભટ્ટે અત્યાર સુધીમાં રાથાન ગ્લેશિયર, રૂપિનપાસ સહિત હિમાલય ગિરિમાળાના દુર્ગમ પહાડો ઉપર સર કર્યા છે. જાનકીએ કોરોનાની મહામારી વચ્ચે 19,688 ફૂટ ઉપર આવેલા માઉન્ટ દેવટિબ્બા શિખર સર કર્યુ હતું.
જાનકી ભટ્ટે જણાવ્યું કે તે 7 વર્ષ પહેલા એક ટ્રેકિંગમાં ગઈ ત્યારે તેને લાગ્યું કે તે પહાડો સાથે વધારે નજીક છે. જેથી જાનકીએ ટ્રેકિંગ શરૂ કર્યું. જાનકીએ માઉન્ટેનરી કોર્ષીસ કર્યા જેમાં બેઝિક માઉન્ટેનિંગનો કોર્ષ અરૂણાચલપ્રદેશથી કર્યો અને એડવાન્સ માઉન્ટેરીંગ કોર્ષ દાર્જલિંગથી કર્યા બાદ જાનકીએ શરૂઆતમાં લદાખ સહિતના અલગ અલગ ટ્રેકિંગ ટ્રેક પર નાના રૂટ ઉપર ઓછી હાઈટ સુધી ટ્રેકિંગ કર્યું હતું. બાદમાં ધીમે ધીમે તેણે ફાવટ આવી ગઈ અને જાનકી ભટ્ટે 19,688 ફૂટ ઉપર આવેલા માઉન્ટ દેવટિબ્બા શિખર ઉપર ચડાઈ કરવામાં સફળ રહી જાનકીને શરૂઆતમાં થોડી તકલીફ પડી બાદમાં 5 વખત હિમાલયન ટ્રેકિંગ કર્યાં. માઉન્ટિંગ દરમિયાન ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આત્મવિશ્વાસ હોવો જોઈએ તો તમે આ મુશ્કેલી પાર કરી શકો છો. જાનકી ભટ્ટને પણ ઘણી મુશ્કેલી આવી છે.પણ તેને હાર માની નથી અને તેને આગળ વધવાનું ચાલુ રાખ્યું છે. તેથી જ તે આજે માઈન્સ 10 કે 20 ડિગ્રીમાં પણ ચડાઈ કરી શકે છે.
સફળતાના શિખરો સર કરવાનો શ્રેય માતા-પિતાને
જાનકી સૌરાષ્ટ્રની પ્રથમ મહિલા છે જેણે હિમાલય સર કર્યો જેના માટે જાનકીને પોતની ટ્રેકિંગના એડવેન્ચર સફરમાં તેને સૌથી મોટો સહયોગ તેના માતા-પિતાનો મળ્યો છે. પિતા અજય ભટ્ટ ફુટબોલ પ્લયર છે જેના પગલે જ તે સ્પોર્ટમાં આગળ વધી છે. માતા-પિતાના સ્પોર્ટ અને પ્રોત્સાહનને કારણે જ જાનકીને સફળતા મળી અને હવે જાનકી ભટ્ટનું માઉન્ટ એવરેસ્ટ ઉપર તિરંગો લહેરાવવાનું સ્વપ્ન છે તે પણ પૂર્ણ થશે. માઉન્ટેન ક્લાઈમ કરવા માટે જાનકી ઘણી પ્રેક્ટીસ કરે છે તે રનિંગ, સ્વિમિંગ સહિત ઘણી બધી સ્પોર્ટસ એક્ટીવીટી કરે છે. જાનકી પોતાની સફળતાનો શ્રેય માતા-પિતાને આપે છે.