રાજકોટ બનશે ‘ગોકુળિયું’ નાથદ્વારાથી ચાર્ટર પ્લેનમાં ‘ધ્વજાજી’નું થશે આગમન
રાજકોટની આન-બાન અને શાન ગણાતા સેવાભાવી, દાનવીર, ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણી ની લાડકી દિકરી ચિ. રાધાના શાહિ લગ્નોત્સવ પૂર્વ યોજાનારા ‘મનોરથ’ તથા શ્રીનાથદ્રારા ધ્વજાજી આરોહણ નો સમગ્ર રાજકોટની જનતાને લાભ મળે તે માટે સર્વ સમાજના અગ્રણી અને સંસ્થાઓ કાર્યરત બની છે. શ્રી નાથદ્રારા ની દધ્વજાજી’ ની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા માટે તડામાર તૈયારીઓ શરૂ થઇ છે.
રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને પાટીદાર સમાજના મોભી, દ્વારીકાધીશના ભક્ત મૌલેશભાઈ ઉકાણી પરિવાર દ્વારા કાલાવડ રોડ પર ઇશ્વરીયાના દ્રારકાધીશ ફાર્મ’ ખાતે ૧૨.૫ એકર વિશાળ જગ્યામાં વૃંદાવન ધામ ઉભું કરવામાં આવ્યુ છે. મૌલેશભાઈ ઉકાણીની લાડકવાયી દિકરી ચિ. રાધાના લગ્નોત્સવ પૂર્વ તા. ૭,૮,૯, જાન્યુઆરી ના રોજ ત્રિદિવસીય મનોરથ ની ઉજવણી થશે. નાથદ્વારા થી ખાસ ચાર્ટર પ્લેનમાં શ્રી નાથજીની ‘ધ્વજાજી નું આગમન થશે.
પાટીદાર સમાજના મોભી ડો. ડાયાભાઈ પટેલે તબીબી વ્યવસાયને માનવસેવામાં તબદીલ કરી હજારો દર્દીઓના જીવનમાં સ્વાસ્થય અને સુખનો સરવાળો કર્યો છે. સેવાની સરવાણી વહાવી પાટીદાર સમાજના મોભી, જાણીતા દાનવીર, મુંઠી ઉંચેરા માનવી તરીકે લોકોના હ્રદયમાં સ્થાન મેળવ્યુ છે. યુવા ઉદ્યોગપતિ, દ્રારકાધીશના પરમ ભકત જગતમંદિર દ્રારકાના ટ્રસ્ટી, ઉમિયાધામ સિદસરના ચેરમેન, રાજકોટ સહીત સૌરાષ્ટ્રની ૧૦૦ થી વધુ સંસ્થાઓ સાથે જોડાયેલા મૌલેશભાઈ ઉકાણી તથા સોનલબેન ઉકાણી ની લાડકી દિકરી ચિ. રાધા ના લગ્ન સૌરાષ્ટ્રના જાણીતા ઉદ્યોગગુહ, દાતા પરિવાર નીતીનભાઈ પોપટભાઈ પટેલના પુત્ર ચિ. રીશી સાથે યોજાશે. તે પૂર્વે ઉકાણી પરિવાર દ્વારા ત્રિદિવસીય મનોરથનું આયોજન કરવામાં આવ્યુ છે. સૌરાષ્ટ્રમાં ઘણા લાંબા વર્ષોના અંતરાલ પછી શ્રી નાથજી ધ્વજા’ આરોહણનો અવસર પ્રાપ્ત થયો છે. આ પ્રસંગનું વૈષ્ણવોમાં ભારે આકર્ષણ જોવા મળે છે. ઉકાણી પરિવારના લગ્ન પૂર્વ યોજાનારા મનોરથ’ તથા ધ્વજાજી આરોહણ માં જાહેર જનતાને પધારવા મૌલેશભાઈ ઉકાણી, નટુભાઈ ઉકાણી, જય ઉકાણી, લવ ઉકાણી તથા બાન પરિવારના આમંત્રણ બાદ રાજકોટના વિવિધ સમાજો-સંસ્થાઓ દ્રારા ‘સ્વયંભૂ જોડાઇને રાજકોટની ધર્મપ્રેમી જનતાને આ અવસરનો વધુને વધુ લાભ મળે તે માટે તૈયારીઓ શરૂ કરી છે.
રાજકોટના વિવિધ સમાજો-સંસ્થાઓના અગ્રણીઓ સાથે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, શિક્ષણ જગતના ડી.વી. મહેતા, વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાચેલા જાણીતા ઉદ્યોગપતિ જગદીશભાઈ કોટડીયા, મુકેશભાઈ શેઠ, મનસુખભાઈ પાણ, કિરીટભાઈ આદ્રોજા, ભરતભાઈ ડઢાણીયા, હરીશભાઇ લાખાણી, સર્વાનંદભાઈ સોનવાણી, મનીષભાઈ માદેકા, ગુણુભાઈ ડેલાવાલા, પ્રભુદાસભાઈ પારેખ, જે.કે.પટેલ, ધનશ્યામભાઇ હેરભા, યુસુફભાઈ માકડા, ભરતભાઈ ગાજીપરા, જતીનભાઈ ભરાડ, અજયભાઈ પટેલ, પરિમલભાઈ પરડવા, હરીસિહ સુચરીયા, રમેશભાઈ ઠકકર, રાજુભાઈ પોબારૂ, મીતલભાઈ ખેતાણી, કિરણભાઈ છૈયા, ભાગ્યેશભાઈ વોરા, જીતુભાઈ કોઠારી, વિજયભાઈ દેસાણી, અનુપમભાઈ દોશી, કલ્પેશભાઈ ઉકાણી, સુનીલભાઈ વોરા, નલીનભાઈ તન્ના, વિજયભાઈ ડોબરીયા, કિશોરભાઈ રાઠોડ, દેવાંગભાઈ માકડ, નિરજભાઈ પટેલ, ચંદુભાઈ પરમાર, ઉપેનભાઈ મોદી, શૈલેષભાઈ જાની, જીજ્ઞેશભાઈ રાઠોડ, ધર્મેન્દ્રભાઈ જીવાણી, બીપીનભાઈ બેરા, જીજ્ઞેશભાઈ આદ્રોજા, માધાંતાસિહ જાડેજા, રમેશભાઈ રાણીપા, ચંદુભાઈ ખાનપરા, પુનીતભાઈ ચોવટીયા, રાજુભાઈ કાલરીયા, રાજનભાઈ વડાલીયા, સમીરભાઇ હાંસલીયા, જીતભાઇ શાપરીયા, જયેશભાઈ વાછાણી સહીત ૫૧ સભ્યોની ટીમ કામે લાગી છે.
૬ જાન્યુ.એ ધર્મયાત્રા: ૨૧ ગાડીના કાફલા સાથે ધ્વજાજીનું સ્વાગત
૬ જાન્યુ. ના રોજ યોજાનારી ધર્મયાત્રા અંગે વિગત આપતા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દેશી, શિક્ષણ જગતના ડી.બી. મહેતા, જાણીતા ઉદ્યોગપતિ જગદીશભાઈ કોટડીયા એ જણાવ્યુ હતુ કે રાજકોટ સહીત સૌરાષ્ટ્રની અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા દાનવીર- દાતા મૌલેશભાઈ ઉકાણી પરિવારમાં લગ્નોત્સવ પૂર્વ યોજાનારા મનોરથ તથા શ્રીનાથદ્વારાની ધ્વજાજી નો અલૌકિ અવસર રાજકોટની જનતા માટે એક યાદગાર સંભારણું બની રહેશે. આ અવસરે સમગ્ર રાજકોટને “ગોકળીયું બનાવવા કામગીરી શરૂ થઇ છે. આગામી તા. ૬ જાન્યુઆરી એ બપોરે ત્રણ વાગ્યે શ્રી નાથદ્રારાથી ચાર્ટર પ્લેનમાં ધ્વજાજી આવશે ત્યારે એરપોર્ટ થી ૨૧ ગાડીઓના કાફલ સાથે ધ્વજાજી ને કાલાવડ રોડ ઉપર બાનલેબની ઓફિસ ખાતે લઈ જવાશે જયાં ભવ્યાતિભવ્ય સ્વાગત થશે.
ત્યારબાદ ફરીવાર ધ્વજાજી ને ૨૧ ગાડીઓના કાફલા સાથે ૧૫૦ ફુટ રીંગ રોડ પર અમીન માર્ગના છેડે ડુંગર દરબાર ખાતે લઇ જવાશે. જયાંથી પદયાત્રા રૂપે ધર્મયાત્રા શરૂ થશે. શ્રીનાથજીની `ધ્વજાજી’ સાથે ત્રણ વિન્ટેજ કાર, ત્રણ બગીઓ, ખેડી ગૌ શાળાની ૮૪ યુવાનોની રાસ મંડળી, બે ડી.જે., સહીત વિશાળ સંખ્યામાં વૈષ્ણવો અને ધર્મપ્રેમી જનતા પયાત્રા સ્વરૂપે ધર્મયાત્રામાં જોડાશે. આ ધર્મયાત્રા ડુંગર દરબારથી નાનામૌવા સર્કલ, નાનમૌવા રોડ, આલાપ ટટ્વીન્ ટાવર, અલય પાર્ક, હરીદ્વાર હાઇટસ્ થઈ સ્પીડવેલ ચોક થઈ ન્યુ ૧૫૦ કુટ રીંગ રોડ પર રાધીકા ફાર્મ સુધીની વિશાળ શોભાયાત્રા યોજાશે. આગામી તા. ૭,૮,૯ જાન્યુ. ઇશ્વરીયા ખાતે ઉકાણી પરિવારના દ્વારકાધીશ ફાર્મ ખાતે યોજાનારા ત્રિદિવસીય મનોરથમાં જાહેર જનતાને દર્શનનો લાભ લેવા બાન લેબ ઉકાણી પરિવારના મૌલેશભાઈ ઉકાણીએ જાહેર આમંત્રણ પાઠવ્યુ છે. રાજકોટના વિવિધ સમાજ-સંસ્થાઓ દ્રારા શ્રીનાથજીની ધ્વજાજી ને રંગેચંગે વધાવા વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયુ છે.