રાજકોટ : આર્થિક ભીંસથી કંટાળેલા યુવકે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી
રાજકોટ શહેરના માંડા ડુંગર પાસે આવેલ ગોકુલ પાર્ક સોસાયટીમાં રહેતા ૨૬ વર્ષીય યુવકે આર્થિક ભીંસથી કંટાળી ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી.
વિગતો મુજબ, ગોકુલ પાર્ક સોસાયટીમાં રહેતા ૨૬ વર્ષીય અભય ગોરધનભાઈ દાણીધરીયાએ પોતાના ઘરે હતો ત્યારે ઉપરના રૂમમાં જઈને છતના હુકમ ચુંદડી વડે ફાંસો ખાઈ લીધો હતો. યુવક લાંબા સમયથી ઉપરથી નીચે નહિ આવતા પરિવારના સભ્યો તેના રૂમમાં જઈને જોતા યુવક લટકતી હાલતમાં જોવા મળ્યો હોય જેથી તાકીદે ૧૦૮ને જાણ કરાઇ જેમાં હાજર તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે જાણ થતાં જ આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ મૃતદેહ પી.એમ અર્થ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. વધુમાં પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, યુવક કેટલાક દિવસથી આર્થિક તંગીના હિસાબે ડિપ્રેશનમાં સરી પાડયો હતો જેને કારણે તેને આ પગલું ભરી લીધું હતું. યુવાન પુત્રએ આ આત્મઘાતી પગલું ભરી લેતા પરિવારના સભ્યો ભારે શોકમાં ગરક થઈ ગયા હતા.