રાજકોટ: આ સાધનો આગ બૂઝાવી શકે તેમ નથી!!
ફાયર એક્સ્ટિંગ્વીસરમાં શંખજીરું-ચૂનેા ધાબડી વેંચવામાં આવી રહ્યા છે
કેટલીક દુકાન-એજન્સીવાળાઓ માત્ર રૂપિયાની લ્હાયમાં મેાત વેંચવાનું કરે છે કામ: માત્ર noc ચેક કરવાને બદલે ફાયર એક્સ્ટિંગ્વીસર રિફિલિંગ કરનારાઓને ત્યાં પણ તપાસ થવી જરૂરી
રાજકેાટના ટીઆરપી ગેમઝેાનમાં બનેલી આગની ગેાઝારી ઘટના બાદ સરકાર સફાળી જાગી છે. તેા બીજી તરફ તંત્ર પણ કડક વલણ અપનાવી રહ્યું છે. ફાયર noc વગરના જુદા-જુદા એકમેા સીલ કરવામાં આવી રહ્યા છે. પરંતુ આગની આવી ઘટનાની ઘાત હજુ ટળી નથી. કારણ કે, ફાયર સેફ્ટીના સાધનેામાં મહત્વનું એવા ફાયર એક્સ્ટિંગ્વીસરમાં ભેળસેળ થતી હેાવાની સ્ફેાટક વિગતેા સામે આવી છે. આઈએસઆઈ પ્રમાણિત મટિરિયલનેા ઉપયેાગ થતેા ન હેાવાનું જાણવા મળી રહ્યું છે. તેવામાં હેાટલ, હેાસ્પિટલ, શાળા, કેાલેજમાં ફાયર noc ચેક કરવાની સાથે ફાયર એક્સ્ટિંગ્વીસર રિફિલિંગ કરતી દુકાનેા અને એજન્સીઓ પર પણ તપાસ થવી જરૂરી છે.
રાજકેાટમાં અગ્નિકાંડ બાદ હવે હેાટલ, હેાસ્પિટલ, શાળા, કેાલેજ, એપાર્ટમેન્ટ વગેરે દ્વારા ફાયર એક્સ્ટિંગ્વીસર નવા લેવા અને રિફલિંગ કરાવવા માટે દેાડધામ કરી રહ્યા છે. તા.25 બાદ ફાયર એક્સ્ટિંગ્વીસર રિફિલિંગ કરાવનારાઓની સંખ્યા સામાન્ય દિવસેા કરતાં 80 ટકા વધી ગઈ છે. પરંતુ કેટલીક એજન્સી-દુકાનેા કે જે ફાયર એક્સ્ટિંગ્વીસર રિફિલિંગ કરે છે તેઓ માટે જાણે રૂપિયા કમાવવાના દિવસેા આવી ગયા હેાય તેમ લાગી રહ્યું છે.

આધારભૂત સૂત્રેાએ જણાવ્યું હતું કે, ફાયર એક્સ્ટિંગ્વીસર આઈએસઆઈ પ્રમાણિત હેાવા જોઈએ. પરંતુ કેટલીક એજન્સીઓ ડુપ્લિકેટ ફાયર એક્સ્ટિંગ્વીસર વેંચી રહ્યા છે. રિજેક્ટ થયેલા ફાયર એક્સ્ટિંગ્વીસર કલર કરીને, સ્ટીકર ચોંટાડીને નવા બનાવી દેવામાં આવે છે અને તેનું વેંચાણ થઈ રહ્યું છે. Co2ની બેાટલમાં ખૂબ જ પ્રેશર હેાય છે, તેના હેન્ડલથી લઈને નેાઝલ સુધી તમામ આઈએસઆઈ પ્રમાણિત હેાવું જોઈએ પરંતુ કેટલીક જગ્યાએ મન ફાવે તેમ વેંચાણ કરવામાં આવી રહ્યું છે.

મેપ પાવડરને બદલે શંખજીરું-ચૂનેા ભરીને ફાયર એક્સ્ટિંગ્વીસરનું થઈ રહ્યું છે વેંચાણ
ફાયરના જ એક કર્મચારીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે, ફાયર એક્સ્ટિંગ્વીસરમાં મેપ પાવડરનેા ઉપયેાગ થતેા હેાય છે. જેના કન્ટેન્ટ પ્રમાણે ભાવ હેાય છે. પરંતુ કેટલીક એજન્સીઓ તેા મેપ પાવડરને બદલે શંખજીરું અને ચૂનેા ભરીને ફાયર એક્સ્ટિંગ્વીસર ધાબડી રહ્યા છે. જે આગ લાગે તેા કઈ જ કામના નથી. તેનાથી આગ બુઝાતી નથી. લેાકેાએ પણ આઈએસઆઈ પ્રમાણિત ફાયરના સાધનેા ખરીદવા જોઈએ. ફાયર સેફટીના સાધનેામાં ફાયર એક્સ્ટિંગ્વીસર ફેાર્મ ટાઈપ, એબીસી, co2 અને વેાટર બેઝ્ડ હેાય છે. ઉપરાંત અન્ય સાધનેામાં હાઇડ્રન્ટ, એલાર્મ સિસ્ટમ, સ્મેાક ડિટકટર વગેરેનેા સમાવેશ થાય છે.
અલંગથી ભંગારના ફાયર એક્સ્ટિંગ્વીસર કલર કરીને વેંચાઈ રહ્યા છે
એક પ્રામાણિક વેપારીએ વસવસેા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ભાઈ કેટલાક વેપારીઓ અલંગના ભંગારમાંથી આવેલા રિજેકટેડ ફાયર એક્સ્ટિંગ્વીસરને કલર કરીને વેંચી રહ્યા છે. લેાકેા પણ જોયા જાણ્યા વગર તેની ખરીદી કરી રહ્યા છે.
ફાયર એક્સ્ટિંગ્યુસરને માત્ર ગાભેા મારીને પરત આપી દેવામાં આવે છે?
સૂત્રેાએ એવું પણ કહ્યું હતું કે, તમે જ્યારે ફાયર એક્સ્ટિંગ્વીસર એક્સપાયર થતાં રિફિલિંગ માટે જાવ છેા ત્યારે કેટલીક દુકાનવાળા એમ કહે છે કે બે કલાક પછી લઈ જજો, પરંતુ એ લેાકેા ફાયર એક્સ્ટિંગ્વીસર વપરાશ વગર પડ્યેા રહ્યેા હેાય માત્ર ગાભેા મારીને પરત કરી દે છે.
અગ્નિકાંડ પહેલા લેાકેા પહેલા ઇગ્નેાર કરતાં હતા હવે દરરેાજ 80 ફાયર એક્સ્ટિંગ્વીસર વેંચાય છે: પ્રશાંત પટેલ
જામનગર રેાડ પર નંદનવન સેાસાયટીમાં ફ્યુચર ફાયર એન્ડ સેફટીની શેાપ ધરાવતા પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે, ફાયર સેફટી અંગેના નિયમેા તેા પહેલા પણ હતા જ પરંતુ રાજકેાટમાં તા.25મીએ બનેલા અગ્નિકાંડ બાદ લેાકેામાં જાગૃતતા આવી છે. પહેલા જ્યારે અમે હેાટલ, હેાસ્પિટલ, શાળા, કેાલેજ વગેરે જગ્યાએ ફાયરના સાધનેા વસાવવા કહેતા ત્યારે લેાકેામાં જાગૃતતા નહતી. લેાકેા અમને ઇગ્નેાર કરતાં હતા. તા.25 પહેલા દર મહિને માત્ર 10 ફાયર એક્સ્ટિંગ્વીસર (સિલિન્ડર) વેંચાતા હતા. જ્યારે હવે દરરેાજ 80 સિલિન્ડર વેંચાય છે. જ્યારે 60થી વધુ સિલિન્ડર રિફિલિંગ થાય છે.
ફાયર એક્સ્ટિંગ્વીસરના પ્રકારેા
ફાયર એક્સ્ટિંગ્વીસરમાં ગુડ ટાઈપ સિલિન્ડર કાગળ, કપડાં, પેટ્રેાલિયમ પેદાશેામાં આગ લાગે ત્યારે કામ આવે છે. જ્યારે co2 ફાયર એક્સ્ટિંગ્વીસર ફક્ત ઇલેક્ટ્રિક ઉપકરણેામાં આગ લાગે ત્યારે કામ આવે છે. હાઇડ્રન્ટ સિસ્ટમ નાના સ્વરૂપમાં આગ લાગી હેાય ત્યારે તેને કંટ્રેાલ કરવામાં મદદરૂપ થાય છે.
Bis મેાબાઈલ એપ દ્વારા જાણેા ફાયર એક્સ્ટિંગ્વીસર ઓરીજનલ છે કે નહી
બ્યૂરેા ઓફ ઇંડિયન સ્ટાન્ડર્ડ (Bsi)ની મેાબાઈલ પર એપ્લિકેશન ઉપલબ્ધ છે. જેના દ્વારા જાની શકાય છે કે આપણી પાસે રહેલા ફાયર એક્સ્ટિંગ્વીસર પ્રમાણિત છે કે પછી ડુપ્લિકેટ. આઈએસઆઈના માર્કની નીચે cml નંબર લખેલા હેાય છે તે એપમાં નાખવાથી સિલિન્ડર પ્રેાપર છે કે નહી તે જાણવા મળશે. ઉપરાંત આઈએસઆઈ સસ્પેન્ડ થયેલા હેાય તેા પણ જાણી શકાશે. જ્યારે ઉત્પાદન કર્તાની લાયસન્સ નગેની જાણકારી મળી રહે છે.