રાજકોટ : બે પોલીસ સ્ટેશનનો સ્ટાફ ભગવાન ભરોસે
‘વોઇસ ઓફ ડે’ના રિયાલિટી ચેકમાં પોલીસ મથકના પીઆઇનો એક જ જવાબ : NOC છે પણ ક્યારની એ જોવડવું પડશે
રાજકોટમાં TRP અગ્નિકાંડ બાદ ફાયર સેફ્ટીના સાધનો અને ફાયર સેફટી NOC બાબતે વોઇસ ઓફ ડેની ટીમ દ્વારા રાજકોટના 9 પોલીસ મથકમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં કોઈ પોલીસમાં ફાયરના સાધનો જોવા મળ્યા હતા. તો કોઈ પોલીસ સ્ટેશનમાં ફાયરના સાધનો જોવા મળ્યા ન હતા. જ્યારે એક પોલીસ મથકમાં તો ફાયર સાધન શરૂ કરતાં તેનું ફૂસકું બોલી ગયું હતું. જ્યારે એનઓસી બાબતે પીઆઇ સાથે વાતચીત કરતાં તેમણે એનઓસી હોવાનું જણાવ્યું હતું પરંતુ ક્યારે કરવામાં આવી તે વિષેની માહિતી તેમની પાસે પણ ન હોવાનું ખલુંયું હતું. અને આ બાબતે તેમણે પણ જોવડાવું જોશે તેવો જવાબ આપ્યો હતો.જેથી જો ન કરે નારાયણ કાલ સવારે કોઈ મથકમાં આગ લાગે તો તેની બેદરકારીના માછલાં કોના પર ધોવાશે તે જોવાનું રહ્યું છે.
એરપોર્ટ પોલીસ મથકે ફાયર NOC માટે હવે પ્રક્રિયા શરૂ કરી
એરપોર્ટ પોલીસ મથકમાં રિયાલિટી ચેકિંગ માટે વોઇસ ઓફ ડેની ટીમે પહોંચી ત્યારે માત્ર એક ફાયરનો બાટલો જોવા મળ્યો હતો. અને વધુ માહિતી માટે પીઆઇ ગામિત સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે,અમારે બિલ્ડિંગ નાની હોવાથી માત્ર એક જ ફાયરનું સાધન આપવામાં આવ્યું છે,અને હાલ અમારી પાસે ફાયરની એનઓસી નથી. જો પોલીસ મથકમાં જ એનઓસી ન હોઇ તો બીજાની વાત તો આમાં કેમ કરવી.
તાલુકામાં પૂરતા પ્રમાણમાં સાધનો પણ NOCનો પીઆઈને ખ્યાલ નહીં !!
તાલુકા પોલીસ મથકમાં વોઇસ ઓફ ડેની ટીમે રિયાલિટી ચેકિંગ કર્યું ત્યારે પોલીસ મથકમાં ફાયરના સાધનો બહુ જ ઓછી માત્રામાં જોવા મળ્યા હતા. અને એક ફ્લોર પર માત્ર એક જ ફાયરની સામગ્રી જોવામાં આવી હતી,જ્યારે એનઓસી બાબતે પીઆઇ હરિપરાનો સંપર્ક કરતાં તેમને ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી. જેથી હવે પ્રશ્ન તે છે કે, TRP ગેઇમ ઝોન જે વિસ્તારમાં આવેલો છે.તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં જ જો ફાયર સાધનોની સુવિધા પૂરતા પ્રમાણમાં ન હોઇ કે એનઓસી બાબતની કોઈ જાણકારી ન હોઇ તો પોલીસ સ્ટેશનમાં કોઈ આગની દુર્ઘટના ઘટે તો તેની જવાબદારી કોના શિરે જશે.
ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફાયરની તમામ સુવિધા : પરંતુ NOC બાબતે માહિતી નહીં !!
રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર આવેલા ગાંધીગ્રામ પોલીસ મથકમાં વોઇસ ઓફ ડેની ટીમે રિયાલિટી ચેકિંગ કર્યું ત્યારે બહાર આવ્યું હતું કે,અહી તમામ પ્રકારની ફાયરના સાધનોની સુવિધા રાખવામાં આવી છે. એક-એક ફ્લોર પર 8 જેટલા ફાયરના બટલાઓ રાખવામાં આવ્યા છે. પરંતુ એનઓસી બાબતે પીઆઇ ભૂમિકા અકબરીનો સંપર્ક કરતાં તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો જેથી ફાયરના સાધનો તો મથકમાં બીજા પોલીસ સ્ટેશનની સરખામણી વધુ માત્રામાં ઉપલબ્ધ કરાયા છે. પરંતુ ફાયર એનઓસી છે કે કેમ તે બાબતે કોઈ માહિતી જાણવા મળી ન હતી.
માલવિયા પોલીસ મથકમાં ફાયરના સાધનો છે જ નહીં તેની ખબર PIને પણ નથી
માલવિયા પોલીસ મથકમાં ‘વોઇસ ઓફ ડે’ની ટીમે રિયાલિટી ચેકિંગ કર્યું હતું.જેમાં ટીમ પોલીસ મથકે ગઈ ત્યારે પોલીસ મથકમાં કોઈ પણ પ્રકારના ફાયરના સાધનો જોવા મળ્યું ન હતા. અને આ બાબતે ત્યાંના પીઆઇ દેસાઇ સાથે ટેલિફોની વત્વહીત કરતાં તેને તો હવામાં તીર માર્યા હતા. અને એમ કહ્યું હતું કે,અમારે તો અહી ફાયરના સાધનોનની પૂરતી માત્રામાં ઉપલબ્ધિ છે. અને એનઓસી પણ છે. પરંતુ તે ક્યારની છે તેની તપાસ તો મારે પણ કરવી જોશે તેવો જવાબ આપ્યો હતો. જેથી ખુદ પીઆઇને પણ તેના પોલીસ મથકમાં ફાયરના સાધનો છે જ નહીં તેનો ખ્યાલ નથી અને મીડિયા સમક્ષ હોવાનો દાવો કર્યો હતો.
પ્ર.નગરમાં તો ફાયર સામગ્રીનું પૂછતાં કોન્સ્ટેબલે બાટલો કાઢી બતાવું કહી બાટલો ચાલુ કર્યો તો ફૂસકું થઈ ગયું
જ્યારે ફાયરના રિયાલિટી ચેકિંગ મામલે વોઇસ ઓફ ડેની ટીમે પ્ર.નગરમાં પહોંચી ત્યારે કોન્સ્ટેબલે બાટલો કાઢી બતાવું તેમ કહ્યું હતું. અને બાટલો ચાલુ કરતાં તેનું ફૂસકું થઈ ગયું હતું. અને બટલામાંથી કશું નીકળ્યું જ ન હતું. અને એનઓસી બાબતે પીઆઇ ઝનકાંત સાથે વાતચીત કરતાં તેમણે એનસોસી હોવાનું જણાવ્યું હતું પરંતુ ક્યારે કરવામાં આવી તેની વિગતો તેમની પાસે ન હોવાનું જણાવ્યું હતું.
થોરાળામાં પોલીસ મથકની બિલ્ડિંગ બની ત્યારે NOC કરાવી હશે : PI વાઘેલનો જવાબ
જ્યારે વોઇસ ઓફ ડેના રિયાલિટી ચેકિંગમાં થોરાળાના પીઆઇ વાઘેલાએ જણાવ્યું હતું કે,મથકમાં 6 કિલો વાળ ફાયરના બટલા રાખવામાં આવી છે. અને એનઓસી તો જ્યારે બિલ્ડિંગ બની હશે ત્યારે કરાવી હશે તેની માહિતી હવે તો અમારી પાસે છે નહીં અને ચેક કરવું પડશે તેવું જણાવ્યું હતું. જેથી પોતાના પોલીસ મથકમાં જ ફાયરની એનઓસી છે કે નહીં તેની પીઆઇને પણ જાણ ન હતી
આજીડેમ પોલીસ મથકમાંના PI એ.બી.જાડેજાને ફાયર NOC છે કે નહીં તેનો ખ્યાલ નથી
વોઇસ ઓફ ડે સાથે વાતચીતમાં આજીડેમ પોલીસ મથકના પીઆઇ એ.બી.જાડેજાએ જણાવ્યુ હતું કે, ફાયર સેફ્ટી સાધનો છે. કેટલા છે તે હું જોઈને કહું.જ્યારે ફાયર એન.ઓ.સી. છે કે નહિ તેના જવાબમાં પણ એક જ વાત ‘હું જોઈને કહું’ તેમ કહ્યું હતું. જેથી પોતાના પોલીસ મથકમાં ફાયરના સાધનો છે કે નહીં તેનો ખ્યાલ પીઆઇ જાડેજાને ન હોવાનું બહાર આવ્યું હતું. અને વોઇસ ઓફ ડે દ્વારા પોલીસ મથકમાં રિયાલિટી ચેક કરતા ફાયર સેફ્ટીના સાધનો જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે થોડાક સમય અગાઉ જ આજીડેમ પોલીસ મથકમાં એ.સી માં શોર્ટ સર્કિટના કારણે આગની ઘટના બની હતી.
NOC છે ક્યારે રીન્યુ કરાવી તે અંગે જોવું જોશે : એ ડિવિઝન પીઆઇ બારોટ
શહેરની વચ્ચે આવેલા એ ડિવિઝન પોલીસ મથકમાં રિયાલિટી ચેક કરતા અહી ફાયરના સાધનો છે. પરંતુ ફાયર એન.ઓ.સી ક્યારે રીન્યુ કરાવી તે વિશે પીઆઇ આર.જી.બારોટે વોઇસ ઓફ ડે સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, એન.ઓ.સી છે ક્યારે રીન્યુ કરાવી તે અંગે જોવું જોશે તેવું કહ્યું હતું.
ભક્તિનગર પીઆઈ સરવૈયા : લાયસન્સ શાખાની વધારાની જવાબદારી હોવાથી NOCનું જોવું પડશે’
પોલીસ મથકમાં ફાયરના સાધનો અને ફાયર એન.ઓ.સી બાબતે રિયાલિટી ચેક કરતા વોઇસ ઓફ ડે ની ટીમ ભક્તિનગર પોલીસ મથકે પહોંચી હતી. જેમાં અહી ફાયરના સાધનો જોવા તો મળ્યા હતા. અને વધુ મહિતી માટે પીઆઇનો સંપર્ક કરતાં તેમણે એવો જવાબ આપ્યો હતો કે,તેમની પાસે લાયસન્સ શાખાનો વધારાનો ચાર્જ હોવાથી એનઓસી બાબતે તેમને જોવું જોશે તેવું કહ્યું હતું.
યુનિવર્સિટી પોલીસમાં ફાયરના સાધનો ખરી પરંતુ NOC બાબતે માહિતી કોઈ પાસે નહીં
જ્યારે રિયાલિટી ચેકિંગ કરતાં વોઇસ ઓફ ડેની ટીમ યુનિવર્સિટી પોલીસ મથકે પહોંચી ત્યારે અહી ફાયરના સાધનો જોવા તો મળ્યા હતા પરંતુ અહીંના પીઆઇ રાઠોડ સસ્પેન્ડ થતાં મથકનો ચાર્જ એસઓજી પીઆઇને આપવામાં આવ્યો હતો. જેથી હાલ એનઓસી બાબતે કોઈ પાસે માહિતી ન હોવાનું બહાર આવ્યું હતું
બી ડિવિઝન અને કુવાડવા પોલીસ મથકમાં ફાયરના સાધનો છે.
જ્યારે રિયાલિટી ચેકિંગ કરતાં વોઇસ ઓફ ડેની ટીમ બી ડિવિઝન પોલીસ અને કુવાડવા પોલીસ મથકમાં પહોંચી ત્યારે અહી ફાયરના સાધનો જોવા મળ્યા હતા. પરંતુ એનઓસી બાબતેની કોઈ માહિતી મળી ન હતી. કેમ કે બી ડિવિઝનના પીઆઇ એસ.એમ.જાડેજા SITની ટીમ માં હોવાથી અહીની વધુ માહિતી મળી ન હતી.