રાજકોટ : બે દિવસ ઝાડા-ઉલ્ટી રહ્યા બાદ છ વર્ષની બાળકીનું મોત
રાજકોટ શહેરમાં વધી રહેલા રોગચાળા વચ્ચે પૂજારા પ્લોટમાં રહેતી ૬ વર્ષીય બાળકીને બે દિવસ ઝાડા ઉલ્ટી બાદ ઝનાના હોસ્પિટલમાં સારવાર દરમીયાન તેણીનુ મોત નિપજતા પરિવારમાં ભારે કલ્પાંત છવાયો હતો.
વિગતો મુજબ , ભક્તિનગર સર્કલ નજીક આવેલા પૂજારા પ્લોટમાં રહેતા અને વકિલાતનો વ્યવસાય કરતા હિતેશભાઈ રાઠોડની ૬ વર્ષીય પુત્રી જીલને બે દિવસથી ઝાડા ઉલ્ટીના બીમારી હોય જેથી ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલુ હતું. જ્યાં બાળકીને ગઇકાલે આંચકી ઉપડી જતા પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ અહી હજુ સારવાર કારગત નીવડે તે પૂર્વે જ બાળકીએ દમ તોડી દીધો હતો. બનાવ અને જાણ થતાં જ ભકિતનગર પોલીસે મથકના પીએસઆઇ પ્રિયા ગોહિલ સહિતનો સ્ટાફે જરૂરી કાગળ કાર્યવાહી કરી હતી. એકની એક લાડકવાઈ પુત્રીના મોતથી તેણીના માતા-પિતા ઘેરા શોકમાં સરી પડ્યા છે.