રાજકોટ : મવડી મનપાના સ્પોર્ટ્સ સંકુલના સિક્યુરિટી ગાર્ડનું હાર્ટ એટેકથી મોત
શહેરમાં હાર્ટ એટેકનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. મવડી રામધણ પાસે મનપાના સ્પોર્ટસ સંકુલમાં સિક્યુરીટી ગાર્ડની તરીકે ફરજ બજાવતા આધેડને ચાલુ નોકરીએ બેભાન થઈ ઢળી પડ્યા હતા જેમને તત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડતા તબીબે મૃત જાહેર કર્યા હતા.
મળતી વિગતો મુજબ, મવડીમાં નવલનગર સોસાયટી શેરી નં ૯ માં રહેતા કિશોરભાઈ નારાયણભાઈ ડાભી (ઉ.વ.૫૯) નામના આધેડે ગઈકાલે રામધણ નજીક આવેલા મનપાના સ્પોર્ટસ સંકુલ ખાતે સિક્યુરીટીની નોકરી પર હતા ત્યારે વહેલી સવારે અચાનક બેભના થઈ ઢળી પડયા હતા.
આધેડને તુરંત સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડતા ઇમર્જન્સી વિભાગના તબીબોએ આધેડને મૃત જાહેર કર્યા હતા. પી.એમ.માં કિશોરભાઈનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હોવાનું જાણવા મળ્યું હતું