રાજકોટ પોલીસ દ્વારા ચોરાયેલ અને ખોવાયેલ મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા, જુઓ વિડિયો
ગુજરાત સરકારના કોમ્યુનીટી આઉટરીચ તેરા તુજકો અર્પણ પ્રોગ્રામ અંતર્ગત રાજકોટ પોલીસે છેલ્લા ત્રણ માસમાં ગુમ થયેલ
રૂ. 59.44 લાખના 362 મોબાઈલ મૂળ માલિકને પરત આપ્યા હતા તેમજ ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનેલા અરજદારોને રૂ.1.76 કરોડ જેટલી રકમ પરત આપવી હતી. પોલીસે મોબાઈલ સાયબર ફ્રોડના રિફંડ સહિત રૂ.2.36 કરોડ પરત આપાવ્યા હતા.
રાજકોટના પોલીસ હેડ ક્વાટર તાલીમ ભવન ખાતે યોજાયેલ તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવ,અધિક પોલીસ કમિશનર વિધિ ચૌધરી,ડીસીપી ઝોન-1 સજ્જનસિંહ પરમાર,ડીસીપી ઝોન-2 સુધીર દેસાઇ,ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ,ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ અધિકરીઓના હસ્તે મોબાઈલ અને ફોર્ડની રકમ મૂળ માલિકને પરત આપાઈ હતી. જેમાં છેલ્લા ત્રણ મહિનામાં રાજકોટ શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ કે ચોરાયેલ મોબાઈલ ફોનની ફરિયાદ કે અરજી મળતી હોય છે જે ફરિયાદ કે અરજી ઉપરથી “CEIR” પોર્ટલ તથા હ્યુમન સોર્સિસનો ઉપયોગ કરી ગુમ કે ચોરાયેલ મોબાઈલ ફોનને શોધી કાઢવામાં આવેલ છે. જેમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ના મોબાઇલ- ૨૨૦ જેની કિંમત રૂ. ૩૬,૩૯,૧૧૨ તેમજ અન્ય પોલીસ સ્ટેશન મળી કુલ-૩૬૨ મોબાઈલ ફોન જેની કુલ રૂ.૫૯,૪૪,૭૯૭ ની રકમના મોબાઈલ ફોન તેમના માલિકોને પરત આપવામાં આવેલ.
ઉપરાંત છેલ્લા ત્રણ મહિના દરમ્યાન રાજકોટ શહેરમા ઓનલાઈન છેતરપિંડી બાબતે સાયબર પોલીસને ઓનલાઈન મળેલી ફરિયાદ કે અરજી તેમજ સીઆઇડી ક્રાઇમ ગાંધીનગર ખાતે થયેલી ફરિયાદ કે અરજીઓમા ફ્રોડમા ગયેલ રકમ બેંકમા પુટઓન હોલ્ડ કરાવી જે તે અરજદારોની છેતરપિંડીમાં ગયેલ રકમ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પરત આપવી હતી જેમાં સાઇબર ક્રાઇમ દ્વારા રૂ.૧,૬૮,૮૬,૪૮૧ની રકમ તેમજ રાજકોટ શહેરના અન્ય પોલીસ સ્ટેશનો મળી કોર્ટ મારફતે રીફન્ડ હુકમ કરાવી કુલ રૂ.૧,૭૬,૫૯,૪૩૪ જેટલી રકમ પરત અપાવેલ છે. રાજકોટ શહેર પોલીસ દ્રારા મોબાઇલ ફોન તથા સાયબર ફ્રોડની રીફંડ રકમ મળી કુલ રૂ.૨,૩૬,૦૪,૨૩૧ પરત અપાવેલ છે.