રાજકોટ : મેટોડામાં તમંચા સાથે પકડાયેલ શખ્સ જેલમુક્ત
મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં પોલીસે દેશી તમંચા સાથે પકડેલા શખ્સની જામીન અરજી લોધીકા કોર્ટે મંજુર કરી હતી.
આ કેસની હક્કીત મુજબ, રૂરલ એસસોજીનો સ્ટાફ મેટોડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન શહેરના 150 ફૂટ રીંગ રોડ નજીક વિસ્તારમાં આવેલ સદગુરુ પાર્કમાં રહેતા જય ઉર્ફ જયુ મુકેશ વાઢેર નામના શખ્સ પાસે હથિયાર હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે જીઆઇડીસી ગેટ પાસેથી જય ઉર્ફે જયુ વાઢેર નામના શખ્સની અટકાયત કરી તલાશી લેતા તેની નેફામાંથી પિસ્તોલ મળી આવતા ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. હાલ આરોપીએ જેલમુક્ત થવા અદાલતમાં જામીન અરજી કરી હતી.

જે ચાલવા પર આવતા બચાવ પક્ષના એડવોકેટે દલીલ કરી હતી કે, કેસ ચલાવવાની સત્તા ટ્રાયલ કોર્ટની છે. તેમજ કેસ ચાલતા ઘણો સમય વ્યતીત થાય તેમ હોય જે અંગે રજુ કરેલા વડી અદાલતના ચુકાદા ધ્યાને લઈ લોધિકા કોર્ટે જય ઉર્ફે જયુને શરતોને આધીન જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપી વતી એડવોકેટ રોહિત ઘીયા, હર્ષ ઘીયા અને મદદમાં રિદ્ધિબેન ખંઢેડીયા રોકાયા હતા