રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા અર્જુન ખાટરીયાનુ રાજીનામું લઈ લેવાયું
રાજકોટ જિલ્લા પચાયતના વિપક્ષી નેતા પદેથી અર્જુન ખાટરીયાનુ પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજીનામુ લઈ લેવામા આવતા જિલ્લા પચાયતના રાજકારણમા ગરમાવો આવ્યો છે. લોકસભાની ચુટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસના સભ્ય પાસેથી રાજીનામુ લઈ લેવાતા અનેક પ્રકારની ચર્ચાઓ જાગી છે. પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ પ્રદેશ નેતાગીરી દ્વારા આકરુ પગલુ ભરવામા આવ્યુ છે તો બીજી બાજુ અર્જુન ખાટરીયા પાસેથી રાજીનામુ લઈ લેવાતા એમણે ભાજપમા જોડાવાની જાહેરાત પણ કરી દીધી હતી. આગામી દિવસોમા જિલ્લા પચાયતન અન્ય સભ્ય અને કાર્યકરો પણ ભગવો ધારણ કરે તેવી શક્યતા સેવાઇ રહી છે.
જિલ્લા પચાયતના વિપક્ષી નેતા અને ૧૭ કોટડા સાગાણી સીટના સભ્ય અર્જુન ખાટરીયા પાસેથી પક્ષ વિરોધી કામગીરી બદલ રાજીનામુ લઈ લેવામા આવ્યુ છે. છેલ્લા ઘણા સમયથી અર્જુન ખાટરીયા પક્ષ વિરોધી કામગીરી કરતા હોવાની ચર્ચાઓ જાગી હતી. જે પ્રદેશ નેતાગીરી સુધી પહોંચી હતી. કોંગ્રેસ દ્વારા આતરિક ચર્ચાઓ કરી આખરે શનિવારે જિલ્લા પચાયતના વિપક્ષી નેતા પાસેથી રાજીનામુ લઈ લેવામા આવ્યુ હતુ. જિલ્લા પચાયતની કુલ ૩૬ બેઠક છે. જેમા ભાજપ પાસે ૨૪ સભ્ય છે અને કોંગ્રેસ પાસે ૧૨ સભ્ય છે ત્યારે વિપક્ષી નેતાનુ રાજીનામુ લેવાતા અને તેઓ ભાજપમા જોડાવાના હોય કોંગ્રેસ પાસે ૧૧ સભ્ય જ રહેશે.
વિપક્ષી નેતા આજુર્ન ખાટરીયાએ “વોઇસ ઓફ ડે” સાથેની વાતચીતમા જણાવ્યુ હતુ કે, હુ ભગવાન શ્રી રામ પ્રત્યેની મારી આસ્થા અને શ્રદ્ધા વ્યક્ત કરતો હતો જેને લઈને કોંગ્રેસના હાઇકમાન્ડ અને નેતાઓને અણસાર આવ્યો હોય મારી પાસેથી રાજીનામુ લેવામા આવ્યુ છે. ભાજપમા ક્યારે જોડાયશો? તેના જવાબમા અર્જુન ખાટરીયાએ કહ્યુ હતુ કે, વડાપ્રધાન મોદીની વણથભી વિકાસ યાત્રામા જોડાવાનો હવે મને મોકો મળ્યો છે ત્યારે ભાજપ સગઠન સાથે વાત કરી છે અને તેઓ કહેશે ત્યારે ભાજપમા જોડાઈશ. વિધાનસભાની ચુટણી આવી રહી છે ત્યારે પક્ષ જે જવાબદારી સોંપશે તે નિભાવીશ. એમણે વધુમા કહ્યુ હતુ કે, રામ સૌના આરાધ્ય છે, દેશના લોકોને રામ પ્રત્યે શ્રદ્ધા અને આસ્થા છે. આજે દેશમા જે વાતાવરણ બન્યુ છે તે માટે માટે વડાપ્રધાન નિમિત બન્યા છે. કોંગ્રેસ દ્વારા રામ મદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમા ન જવાના નિર્ણય અગે એમણે કહ્યુ કે, રામ મદિરએ દેશ માટે ગૌરવની વાત છે, વિરોધ કરવો એ યોગ્ય બાબત નથી.
પક્ષથી નારાજગી અગેના સવાલમા એમણે જણાવ્યુ કે, કોંગ્રેસ પક્ષમા કોઇની સાથે નારાજગી નથી. મે ૨૫ વર્ષ જિલ્લામા કોંગ્રેસને ટકાવી રાખવામા મારૂ યોગદાન આપ્યુ છે, જ્યારે જિલ્લા પચાયત તૂટતી હતી ત્યારે પણ મે બચાવી છે, જિલ્લામા તાકાતથી કામ કર્યું છે. મહત્વનુ છે કે, છેલ્લા કેટલાક સમયથી અર્જુન ખાટરીયા પક્ષ વિરોધી કામગીરી કરતા હોવાની વાતને લઈને તેમનુ રાજીનામુ લઈ લેવામા આવ્યુ છે ત્યારે આગામી દિવસોમા વિપક્ષી નેતા સાથે જિલ્લા પચાયતના અન્ય કેટલાક સભ્યો, તાલુકા પચાયતના સભ્યો, કાર્યકરો પણ ભગવો ધારણ કરશે.
