ચુંટણી પહેલા રાજકોટ જિલ્લા પંચાયતની ગાડી ટોપ ગિયરમાં
આચારસહિતા અમલી બને તે પહેલા વિકાસ કામોને અપાતી ધડાધડ મંજૂરી
લોકસભાની ચુંટણીને લઈને હવે ગણતરીના દિવસોમાં જ આચારસહિતા અમલી બનશે ત્યારે રાજકોટ જિલ્લા પંચાયતની ગાડી ટોપ ગિયરમાં ચાલી રહી છે. હાલ જિલ્લા પંચાયતમાં વિકાસ કામોને ધડાધડ મંજૂરી આપવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
લોકસભાની ચુંટણીની તારીખો ચાલુ માસમાં જાહેર થઈ જશે અને થોડા દિવસોમા જ આચારસાહિતા પણ અમલી બની જશે ત્યારે બાદ સરકારી કામો પર બ્રેક લાગી જશે. જો કે આચારસહિતા અમલી બને તે પહેલા રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા વિવિધ વિકાસ કામોને મજૂરી આપવામાં આવી રહી છે.
જિલ્લા પંચાયતમાં સ્વભંડોળ અને સરકારી ગ્રાન્ટના કામોને મજૂરી આપવાની કામગીરી ઝડપી છે. વિવિધ શાખાઓમાં ટેન્ડર પ્રક્રિયા, વહીવટી કામો, વિકાસના કામોને ધડાધડ મંજૂરી આપવમાં આવી રહી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.