રાજકોટના વેપારીની ૮ કરોડની જીએસટી ચોરીમાં ધરપકડ
ફોરેનમાં અભ્યાસ માટે કોચીંગ આપતી રાજકોટ સહિત ગુજરાતની ૨૨ પેઢીના ૫૩ સ્થળોએ દરોડા
રાજકોટના ઇગલ માર્કેટિંગના નામે ધંધો કરતા વેપારી દેવાંગ હરીશભાઈ નથવાણી ની સ્ટેટ જીએસટી દ્વારા ધરપકડ કરવામાં આવી છે.રાજકોટ અને અમદાવાદમાં પડેલા દરોડા દરમ્યાન પકડાયેલઈ રૂ.8.77 કરોડની કરચોરીમાં રાજકોટના વેપારી દેવાંગ હરીશભાઈ નથવાણીની ધરપકડ કરી તા 14 મી સુધીરિમાન્ડ પર પૂછપરછ શરૂ કરી છે.
બીજી તરફ સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા ઇમીગ્રેશન જેવી સેવા સાથે સંકળાયેલી ૨૨ પેઢીઓ ખાતે દરોડા પડયા હતા જેમાં રાજકોટમાં ૫.અમદાવાદમાં ૧૬.મહેસાણામાં ૨.વડોદરામાં ૨૪ અને સુરતમાં ૬ મળી પેઢીના કુલ ૫૩ સ્થળોએ દરોડાની કાર્યવાહી કરી હતી. ઇમીગ્રેશન જેવી સેવા સાથે સંકળાયેલી પેઢીઓ દ્વારા ફોરેન યુનિવર્સિટીમાં વિધાર્થીઓને એડમીશન અપાવવામાં આવે છે તેમજ ITS જેવી પરીક્ષાઓ માટે કોચીંગ પણ આપવામાં આવતુ હોય છે જેના પેટે આવી સેવા આપનાર પેઢીઓ વિધાર્થીઓ પાસેથી તગડી ફી વસુલતી હોય છે પરંતુ વસુલવામાં આવેલ પૂરી રકમની રિસીપ્ટ વિધાર્થીઓને આપવામાં આવતી નથી આવી પેઢીઓને ફોરેન યુનિવર્સિટીઓ દ્રારા મોટી રકમનું કમીશન પણ મળતુ હોય છે.
આમ, રોકડમાં મેળવેલ આવકો ચોપડે નહી દર્શાવી વેરો ભરવાનું ટાળવામાં આવતુ હોય છે. આમ, વિભાગ દ્વારા રાજ્યભરમાં આવી ઇમીગ્રેશન અને ફોરેન યુનિવર્સિટીમાં એડમીશન અપાવવાની સેવા સાથે સંકળાયેલી કુલ ર પેઢીઓના ૫૩ જેટલા સ્થળો એ રાજયભરમાં તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે હાલ તમામ પઢીના હિસાબી સાહિત્યની અંગે ચકાસણીની કાર્યવાહી ચાલુમાં ત્યારે પ્રાથમીક ચકાસીમાં બિનહિસાબી રોકડના વ્યવહારોની વિગતો બહાર આવી છે.