રાજકોટ : રામપરા બેટી ગામે 18 વર્ષીય યુવકે ઝેર પી આપઘાત કરી લેતા પરિવારમાં કલ્પાંત
રાજકોટમાં રામપરા બેટી ગામે રહેતા 18 વર્ષીય યુવકે પોતાના ઘરે ઝેર ગટગટાવી આપઘાત કરી લેતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.વધુ માહિતી મુજબ રામપરા બેટી ગામે રહેતા કિશનભાઇ હકાભાઈ મકવાણા (ઉ.વ.18) ગઇકાલ બપોરના દોઢેક વાગ્યાની આસપાસ પોતાના ઘરે હતા ત્યારે પોતાની જાતે કોઈ કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા તેઓને સારવાર માટે પ્રથમ સદભાવના હોસ્પિટલ કુવાડવા ગામ ખાતે ખસેડવામાં આવ્યા હતા.ત્યાંથી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.અહી તેમનું ટૂંકી સારવારમાં મોત નિપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી છે.જ્યારે આ બનાવ મામલે એરપોર્ટ પોલીસે નોંધ કરી આપઘાતનું કારણ જાણવા તજવીજ કરી છે.