રાજકોટ : 30 કરોડના ખર્ચે જામનગર હાઈ-વેથી સ્માર્ટ સિટી સુધીનો 2.1 કિ.મી.નો રસ્તો ડેવલપ કરાશે
બન્ને બાજુ ૧૦.૫૦ મીટરનો કેરેજ-વે, સ્ટોર્મ વોટર ડે્રનેજ લાઈન, બે બોક્સ-ચાર પાઈપ કલ્વર્ટ મુકાશે
રેસકોર્સ ક્રિકેટ સ્ટેડિયમમાં હવે ફ્લ્ડની જગ્યાએ એલઈડી લાઈટ, પેડક રોડ પર વિવેકાનંદ સ્વિમિંગ પુલ રિપેરિંગ કરવા સહિતની ૩૯ દરખાસ્તો પર આજે લેવાશે નિર્ણય
મહાપાલિકામાં આજે ચેરમેન જયમીન ઠાકરના અધ્યક્ષસ્થાને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે જેમાં અલગ-અલગ ૩૯ દરખાસ્તો ઉપર નિર્ણય લેવામાં આવશે. ખાસ કરીને વેસ્ટ ઝોન હેઠળનો ૧૫૦ ફૂટ રિંગરોડ-૨ (જામનગર હાઈ-વેથી સ્માર્ટ સિટી)ને ડેવલપ કરવા માટે ૩૦.૮૬ કરોડનો ખર્ચ કરવામાં આવશે. ૨.૧ કિલોમીટર લંબાઈના આ રસ્તાની બન્ને બાજુએ ૧૦.૫૦ મીટરનો કેરેઝ-વે, સ્ટોર્મ વોટર ડે્રનેજ લાઈન, બે બોક્સ કલ્વર્ટ, ચાર પાઈપ કલ્વર્ટ સહિતના કામનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ કામ ૩.૯૬% ઓન'થી ક્લાસીક નેટવર્ક પ્રા.લિ.ને આપવા મ્યુ.કમિશનર દ્વારા દરખાસ્ત કરાઈ છે જેના પર આજે કમિટી નિર્ણય લેશે. આ ઉપરાંત વોર્ડ નં.૫માં આડા પેડક રોડ પર આવેલા વિવેકાનંદ સ્વિમિંગ પુલને ૭૩.૫૬ લાખના ખર્ચે રિપેરિંગ કરવા જેમાં પાણીનો વ્યય અટકાવવા એફઆરપી કોટિંગથી વોટર પ્રુફિંગ, પુલમાં ચેકર્ડ ટાઈલ્સ, ગ્લેઝડ ટાઈલ્સ બદલવા, ટેરેસ પર ચાઈના મોઝેક ટાઈલ્સ, પ્લાસ્ટર રિપેરિંગ, ટોઈલેટમાં એફઆરપી ડોર, અંદર-બહાર કલર સહિતના કામનો સમાવેશ થાય છે. આ કામ ૯.૫૦%
ઓન’ સાથે શ્રી સદ્ગુરુ ડેવલપર્સને આપવાનું સુચવવામાં આવ્યું છે.
જ્યારે રેસકોર્સના માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં ફ્લ્ડની જગ્યાએ એલઈડી લાઈટ ફિટ કરવાનું સુચવવામાં આવ્યું છે જે કામ ૭.૨૯% `ડાઉન’ ભાવથી ૧.૫૪ કરોડમાં મે. મૈત્રા મહેશભાઈ મેરામભાઈને આપવાની દરખાસ્ત કરવામાં આવી છ