જુનાગઢમાં ભારે પવન અને કરા સાથે ગિરનારમાં વરસાદ: લાખો લોકો પરિક્રમા રૂટ પર હજારો લોકો હેરાન પરેશાન
જૂનાગઢમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, વરસાદ પડવાના લીધે પરિક્રમામાંથી યાત્રિકો પરત થઈ રહ્યા છે. તંત્ર દ્વારા કોઇ સહાય કે મદદ હજુ સુધી પહોંચાડવામાં આવી નથી.
તંત્રની વ્યવસ્થાના નામે મીંડું
જૂનાગઢમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. વરસાદ પડવાના લીધે પરિક્રમામાંથી યાત્રિકો પરત થઈ રહ્યા છે. તંત્ર દ્વારા કોઇ સહાય કે મદદ હજુ સુધી પહોંચાડવામાં આવી નથી. પવન સાથે વરસાદ પડતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગની આગાહી હોવા છતાં તંત્ર બેદરકાર હોય તેવું યાત્રિકગણ જણાવી રહ્યાં છે
બરફના કરા સાથે વરસાદ
જૂનાગઢ જિલ્લામાં સવારથી ભારે પવન સાથે કરાનો વરસાદ થઈ રહ્યો છે. ગિરનાર ઉપર વીજળીના કડાકા ભડાકા સાથે કરાનો વરસાદ ખાબકી રહ્યો છે. વહેલી સવારથી ગિરનાર પર્વત અને આસપાસના વિસ્તારોમાં વરસાદ ખાબકતાં પરિક્રમા કરી રહેલા લોકો મુશ્કેલીમાં મુકાયા હતાં.અત્રે જણાવીએ કે, અહી બરફના કરા સાથે ભારે પવન ફૂંકાયો છે
રોપ વે પણ બંધ
ગિરનાર પર ભારે વરસાદથી હજારો યાત્રીઓ ફસાયા છે. અચાનક મોસમ એ લીધેલ બદલાવના કારણે યાત્રીકોને મુશ્કેલી પડી રહી છે. ગિરનાર પરિક્રમા કર્યા બાદ યાત્રિકો ગિરનાર ચડે છે. મુસાફરો વરસાદથી બચવા કોઈ સુવિધા ન હોવાથી મંદિરોમાં આશરો લઇ રહ્યા છે. ઠંડી સાથે વરસાદ યાત્રિકોની મજા બગાડી રહ્યો છે. ગિરનાર રોપ વે પણ બંધ હોવાથી યાત્રિકોને નીચે આવવામાં માં પણ તકલીફ પડી રહી છે. વૃદ્ધો અને નાના બાળકો પણ સાથે હોય યાત્રિકો ચિંતામાં મુકાયા છે. પોલીસ જવાન પણ રોપ વે ચાલુ ન હોવાથી ફરજ પર પહોંચી શક્યા નથી.
ખેતી પાકને નુકશાન
જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદથી ધાણા, ચાણા, ડુંગળી, જીરું જેવા વાવેતર કરેલ પાકને નુક્શાન થવા પામ્યું છે. માળીયા હાટીના તાલુકામાં કમોસમી વરસાદથી ખેતરોમાં નુક્શાન થવા પામ્યું છે