રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં ન્યાય યાત્રા દરમિયાન ક્યાં-ક્યાં વચન આપ્યા
30 લાખ યુવાનોને સરકારી નોકરી, પેપરલીક વિરુદ્ધ કાયદો
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ હવે વચનો આપવાની શરૂઆત કરી છે. દેશના યુવા મતદારોને આકર્ષવા માટે એમણે એવું વચન આપ્યું હતું કે, કોંગ્રેસની સરકાર બનશે તો 30 લાખ યુવાનોને સરકારી નોકરી આપવામાં આવશે. કોલેજ કરી લીધા બાદ રૂ.1 લાખની સહાયતા કરવામાં આવશે.
રાહુલ ગાંધીએ રાજસ્થાનના બાંસવાડા ખાતે ન્યાય યાત્રામાં લોકોને સંબોધન કર્યું હતું અને એવો વાયદો પણ કર્યો હતો કે, યુવાનોને પેપર લીકમાંથી મુક્તિ અપાવશું અને તેના માટે આકરો કાયદો બનાવવામાં આવશે. કરોડો યુવાઓનું ભવિષ્ય બરબાદ થતું બચાવી લેવામાં આવશે. પરીક્ષા દેવાની આખી સિસ્ટમ નવી બનાવવામાં આવશે. 40 વર્ષથી ઓછી વયના યુવાઓ માટે સ્ટાર્ટ અપ ફંડ આપવામાં આવશે. આ માટે 5 હજાર કરોડ રૂપિયાનું ફંડ બનાવવામાં આવ્યું છે.
એમણે મોદી સરકાર પર આરોપ મૂક્યો હતો કે, સ્ટાર્ટ અપ ઈન્ડિયા અને સ્ટેન્ડ અપ ઈન્ડિયા જેવી વાતોથી કોઈ ફરક પડ્યો નથી. બધા લાભ ઉદ્યોગપતી લઈ ગયા છે. અમે સાચા અર્થમાં દરેક વર્ગનો અને ખાસ કરીને સામાન્ય વર્ગનો આર્થિક અને સામાજિક વિકાસ કરવા માંગીએ છીએ.
