રાજકોટમાં બ્રાઇડને રાધિકા મર્ચન્ટ,આલિયા અને કિયારા અડવાણી જેવો લૂક જોઈ છે: બ્યુટીપાર્લરો હાઉસફુલ
મેરેજ અને અન્ય ફંકશનમાં સેલિબ્રિટીની જેમ મેકઅપ અને હેર સ્ટાઈલ કરાવવાનો ટ્રેન્ડ: 9000 થી લઈને 30,000 સુધીના પેકેજ: બ્રાઇડની સાથે ગ્રુમ પણ મેકઓવર કરાવતા થયાં
‘લગ્ન’લાઈફની યાદગાર પળને સુંદર બનાવવવા વર અને વધૂ બંને આતુર હોય છે એટલે જ બ્યુટી પાર્લરમાં એડવાન્સ બુકિંગ મહિનાઓ અગાઉથી થઈ ગયા હોય છે, હવે તો બ્રાઇડલની સાથે ગ્રુમ પણ મેકઓવર કરાવી રહ્યા છે. રાજકોટમાં વેડિંગ સિઝનમાં બ્યુટીપાર્લર અને સલૂન હાઉસફુલ થઈ ગયા છે. આ વખતે બ્રાઇડલને રાધિકા મર્ચન્ટ અને કિયારા અડવાણીનો લૂક ગમી ગયો છે.બોનાન્ઝા બ્રાઇડલ સ્ટુડિયોના બેલા બાવળિયાએ અત્યારે વેડિંગ સિઝનમાં યુવતીઓ કયો લુક પસંદ કરે છે..? મેકઅપ માટે કેવો ટ્રેન્ડ છે તે વિશે માહિતી આપી હતી.
ઇન્ટરનેશનલ મેકઅપ આર્ટીસ્ટ બેલા જણાવે છે કે, હવે ખાસ કરીને અત્યારે નહીં લગ્ન સિઝનમાં બ્રાઇડ ને ન્યૂડ મેકઅપ ગમે છે. બ્રાઇડલ લુકમાં આમ તો દરેક યુવતીઓની પસંદગી અલગ અલગ હોય છે પણ સૌથી વધારે અત્યારની યુવતીઓ પોતાના લગ્ન માટે સેલિબ્રિટીની ફોલો કરતી હોય છે.
જેમાં આ વર્ષે બ્રાઇડલ લુકમાં આલિયા ભટ્ટ, રાધિકા મર્ચન્ટ અને કિયારા અડવાણી હોટ ફેવરિટ રહી છે. રાજકોટની યુવતીઓ પણ મોટાભાગે આ મુજબના મેકઓવર પસંદ કરે છે જેમાં ગ્લિટર્સ નહિ પણ સિમ્પલ લાઈટ ન્યૂડ મેકઅપ કરાવે છે. લાસ્ટ યર માથાપટ્ટી લગાવવાનો ટ્રેન્ડ હતો આ વખતે દામિનીની જગ્યાએ માત્ર ટીકો લગાવે છે. અલગ અલગ હેર સ્ટાઈલ ના બદલે ઓપન હેરમાં ટીકો સ્ટીક કરીને લગાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.
મહિનાઓ અગાઉથી બ્રાઇડલ પેકેજ બુકિંગ થઈ જાય છે હવે લગ્ન ઉપરાંત હલ્દી ,મહેંદી, કાર્નિવલ,બેચરલ પાર્ટીના ફંકશન માટે મેકઅપ કરાવે છે. 9,000 થી લઈને 30,000 સુધીનું એક ફંકશન માટેનું પેકેજ બુક થતા હોય છે. આ ઉપરાંત હેર અને સ્કીન ટ્રીટમેન્ટ માટે પણ એડવાન્સ પેકેજ કરાવવામાં આવે છે જે ફંક્શન પહેલા મહિનાઓ અગાઉથી તેની ટ્રીટમેન્ટ શરૂ થઈ જતી હોય છે.
વર અને વધુ બંનેમાં કોસ્ચ્યુમ મુજબ મેકઅપ થતા હોય છે. હલ્દી મહેંદીના ફંકશનમાં ટ્રેડિશનલ કોસ્ચ્યુમ અને કાર્નિવલ,પ્રિ વેડિંગ કે આફ્ટર વેડિંગમાં વેસ્ટર્ન અને જેમાં પેસ્ટર્ન કલર આજકાલ વધુ ટ્રેન્ડી થયા છે. હવે તો બ્રાઇડલની સાથે ગ્રુમમાં પણ પોતાનો મેક ઓવર અને હેર સ્ટાઈલ કરવાનો ટ્રેન્ડ છે.આથી તેઓ પણ પોતાના પ્રસંગને અનુરૂપ પેકેજ બુક કરાવે છે,જો કે તેઓ પોતાની લાઈફ પાટર્નરને પસંદ પડે તેવું લુક આપે છે