વડાપ્રધાન મોદીનો રાજકોટમાં ભવ્ય રોડ શો : લોકોએ કરી પુષ્પાવર્ષા
એરપોર્ટથી સભા સ્થળ સુધી ખુલ્લી જીપમાં વડાપ્રધાનની એન્ટ્રી
સભામાં હાજર લોકોને ખૂબ નજીકથી વડાપ્રધાનને નિહાળવાનો મોકો મળ્યો

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટમાં રૂ. 11195 કરોડના ખર્ચે બનેલી ગુજરાતની પ્રથમ એઈમ્સ, રૂ. 120 કરોડના ખર્ચે બનેલી રાજ્યની સૌથી ઊંચી મેટરનિટી એન્ડ ચાઈલ્ડ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. એઇમ્સનું લોકાર્પણ કર્યા બાદ વડપ્રધાન નરેન્દ્ર મોદીનો રાજકોટમાં રોડ શો યોજાયો. જેમાં મોટી સંખ્યામાં જન મેદની ઉપસ્થિત રહી. જૂના એરપોર્ટથી રેસકોર્સ સુધીના રોડ શોમાં મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું. લોકોએ વડાપ્રધાન ઉપર પુષ્પાવર્ષા કરી તેમનું સ્વાગત કર્યું હતું. જૂના એરપોર્ટથી રેસકોર્ષમાં સભા સ્થળ સુધી પીએમ મોદીના રોડ શો સમયે મોટી સંખ્યામાં લોકોએ રોડ શો નિહાળ્યો હતો. 800 મીટરના આ રોડ શોમાં જુદી-જુદી 22 સંસ્થાઓ સ્ટેજ પર કલાકૃતિ પ્રસ્તુત કરી હતી.

એઇમ્સનું લોકાર્પણ કર્યા બાદ વડપ્રધાન રાજકોટના જૂના એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા અને ત્યાંથી રેસકોર્સ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાયો હતો આ રોડ શો માં મોટી સંખ્યામાં જન મેદની ઉપસ્થિત રહી. જૂના એરપોર્ટથી રેસકોર્સ સુધીના રોડ શોમાં લોકોએ પુષ્પાવર્ષા કરી વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
જૂના એરપોર્ટથી આ વખતે પીએમ મોદી સભા સ્થળ સુધી ખુલ્લી જીભમાં પાછળની તરફથી એન્ટ્રી લીધી હતી. તેઓ સભા સ્થળે ખુલ્લી જીપમાં આવ્યા ત્યારે સભામાં હાજર લોકોને ખૂબ નજીકથી વડાપ્રધાનને નિહાળવાનો મોકો મળ્યો હતો. વડાપ્રધાને સભા સ્થળમાં હાજર તમામ લોકોનું સ્ટેજ સુધી પહોંચ્યા ત્યાં સુધી અભિવાદન જિલ્યુ હતું. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીની સુરક્ષા માટે અંદાજિત 3,000 કરતાં વધુ પોલીસ કર્મીઓનો સ્ટાફ ખડેપગે રહ્યા હતા.