કોના બાપની દિવાળી ! એઈમ્સ રોડ ઉપર રૂા.૫૦ કરોડની સરકારી જમીન ઉપર દબાણ
રાજકોટ તાલુકા મામલતદારની ટીમે તાર ફેન્સીંગ હટાવી ૧૬ એકર જમીન ખુલ્લી કરાવી

વાડી રે વાડી રીંગણા લઉં બે ચાર…. ના… ના… લ્યો ને દસ બાર…. ઉક્તિની જેમ દલા તરવાડીની વાર્તાને પણ ટક્કર મારે તેવી એક ઘટનામા રાજકોટની ભાગોળે માધાપર ગામે એઈમ્સને લાગુ મુખ્ય રોડ ઉપર જમીન કૌભાડી શખ્સ દ્વારા એક, બે નહીં પણ ૧૬ એકર સરકારી ખરાબાની જમીન ઉપર તાર ફેન્સીંગ કરી દબાણ કરી લેવામા આવતા રાજકોટ તાલુકા મામલતદાર દ્વારા ઓપરેશન ડિમોલિશન હાથ ધરી અદાજે ૫૦ કરોડની કિમતની સરકારી જમીન ખુલ્લી કરાવવામા આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટની ભાગોળે આવેલ માધાપર ગામે ઈશ્વરીયા મહાદેવ મદિર તરફ જવાના રસ્તા ઉપર નવા પસાર થતા એઈમ્સના મુખ્ય રોડને લાગુ માધાપર રેવન્યુ સર્વે નબર ૧૧૧ની સરકારી ખરાબાની અદાજે ૧૬ એકર જમીન ઉપર મુકેશભાઈ નાથાભાઈ ભખોડિયા નામના શખ્સ દ્વારા ખેતી વિષયક દબાણ કરી લઈ ૧૬ એકર જમીન ફરતે તાર ફેન્સીંગ કરી લેવામા આવી હોવાની ફરિયાદ મળતા તાલુકા મામલતદાર કે.એચ.મકવાણા, નાયબ મામલતદાર દબાણ રઘુવીરસિહ વાઘેલા તથા રેવન્યુ તલાટી નિલેશભાઈ વાઘેલાએ આજે ઓપરેશન ડિમોલિશન હાથ ધરી અદાજે રૂપિયા ૫૦ કરોડની કિમતી ૧૬ એકર જમીન ખુલ્લી કરાવી હતી.