રાજકોટમાં તા.૧૨મીએ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ ટૂંકું રોકાણ કરશે
ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની જન્મ જયંતી નિમિત્તે યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે
રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ આગામી તા.૧૨મીએ રાજકોટ આવી રહ્યા છે. ટંકારામાં એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે રાષ્ટ્રપતિ ટંકારા જવાના હોય તે પહેલા રાજકોટમાં ટૂંકું રોકાણ કરશે તેવું જાણવા મળી રહ્યું છે.
ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મ જયંતી નિમિત્તે યોજાનારા કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ હાજરી આપવાના છે. કાર્યક્રમ બાદ તેઓ ટંકારાથી રાજકોટ આવશે અને બાદમાં દિલ્હી જશે. જિલ્લા વહીવટી તંત્રએ આ બાબતને ધ્યાનમાં રાખીને તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉપરાંત રાષ્ટ્રપતિના પ્રોટોકોલ સહિતની વ્યવસ્થા અંગે મિટિંગોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
રાષ્ટ્રપતિ તા.૧૨મીએ કેટલા વાગ્યે આવશે?, રાજકોટમાં કેટલો સામે રોકશે?, દિલ્હી જવા માટે ક્યારે નીકળશે? તે સહિતની માહિતીનો કાર્યક્રમ આગામી દિવસોમાં આવશે. મહત્વનું છે કે, રાષ્ટ્રપતિ સાથે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિતના મંત્રીઓ અને નેતા આવી શકે છે ત્યારે સુરક્ષા વ્યવસ્થા, સ્વચ્છતા સહિતની બાબતે તૈયારીઓ શરૂ કરવામાં આવનાર છે.