કોંગ્રેસ પક્ષમાં કાર્યકરોનો પ્રવેશ કરાવતા પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી ડો. મહેશ રાજપુત
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ડો.મહેશભાઈ રાજપુતે તા.૧૫ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ ગુજરાત પ્રદ્દેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલજીની મંજુરીથી કોંગ્રેસ પક્ષમાં પ્રવેશ કરાવેલ છે.
કોંગ્રેસ પક્ષના અગ્રણી અરવિંદભાઈ મુછડિયા અને જગદીશભાઈ સાગઠીયાની કામગીરીથી પ્રેરિત થઇ આઝાદીના પર્વના પાવન દિવસે વોર્ડ નં.૧૫ના સત્યમપાર્ક વિસ્તારના વિશાલભાઈ પાતર, દિગ્વિજયભાઈ ખીમસુરીયા, મોહિતભાઈ ખીમસુરીયા, ગૌરાંગભાઈ સોસા, સચીનભાઈ બાવળિયા સહિતના યુવાનોને કોંગ્રેસની સામાજિક નીતિ સર્વોદયના ગાંધીવાદી સિદ્ધાંત પર આધારિત છે – તમામ સમાજને ઉપર લાવવા – જેમાં આર્થિક રીતે ગરીબ અને સામાજિક હાંસિયાવાળા લોકોના જીવનમાં સુધારો થાય છે. પક્ષ મુખ્યત્વે સામાજિક ઉદારવાદને સમર્થન આપે છે. વ્યક્તિગત સ્વાતંત્ર્ય અને સામાજિક ન્યાયને સંતુલિત કરવા, અને બિનસાંપ્રદાયિકતા-ધાર્મિક નિયમો અને ઉપદેશોથી મુક્ત થવાના અધિકાર સહિતની વિચારધારાને ધ્યાનમાં રાખી સ્વાતંત્ર્ય પર્વ નિમિતે કોંગ્રેસ પક્ષમાં પ્રવેશ આપવામાં આવ્યો છે.