તારા બોયફ્રેન્ડ સાથેનો પોર્ન વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે કહી પતિનો પત્ની અને પુત્રી ઉપર હુમલો
મોડી રાતે સૂયાના ઘા ઝીંકી દેતા માતા-પુત્રીને સારવાર માટે ખસેડાયા
રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર જલારામ-2માં રહેતા ગીતાબેન હરેશભાઈ ભૂપકર (ઉવ45) ઉપર તેના પતિ હરેશે મોડી રાતે ઝગડો કરી સૂયાથી હુમલો કર્યો હતો બચાવવા વચ્ચે પડેલી પુત્રીને સૂયાના ઘા ઝીંકી દેતા માતા-પુત્રીને સારવાર માટે લોહી-લુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસની તપાસમાં જાણવા મળતી માહિતી મુજબ હરેશ પોતાની પત્ની ઉપર શંકા કરી કહ્યું હતું કે તારા બોયફ્રેન્ડ સાથેનો તારો ન્યૂડ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે જે પોર્ન વિડિયો યુટયુબ ઉપર છે.જેને પગલે પતિ-પત્નિ વચ્ચે અગાઉ ઝઘડો પણ થયો હતો. જેથી ત્રાસેલી પત્નીએ મહિલા પોલીસ મથકે અરજી કરી હતી. જેમાં સમાધાન થયું હતું.
હરેશ બિલ્ડીંગ મટીરીયલ્સના એજન્સીમાં કામ કરે છે તેની 23 વર્ષીય દીકરી આઈટીકંપનીમાં નોકરી કરે છે. એક પુત્ર પણ છેજે અભ્યાસ કરે છે. જ્યારે બનાવ બન્યો ત્યારે પુત્રને પરીક્ષા પુરી થઈ હોય તે મિત્ર સાથે બહાર ગયો હતો.આઠેક દિવસ પહેલા પત્નીએ તેમને મોબાઈલ પણ લઈ આપ્યો હતો અને પતિ એવું પણ કહેતો કે તું તારા બનેવી સાથે સાતમ આઠમમાં ફરવા જઈશ ને તેવી શંકાઓ કરતો હતો.આ બનાવો અંગે યુનિવર્સિટી પોલીસે આઇપીસી 524 ની હેઠળ ગુન્હો નોંધી પતિહરેશની ધરપકડ કરી વધુ પૂછપરછ કરી હતી.