Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

એઈમ્સમાં એક નહીં, સાત જગ્યાએ POP તૂટ્યું છે !!

Sat, October 5 2024

એકેડેમિક, ગાયનેક સહિતના સાત વિભાગમાં મોટું લીકેજ', સેન્ટ્રલી એ.સી.નું પાણી આમ-તેમ ફરતું હોવાથી બાંધકામ પડી રહ્યું છે નબળું

ટોચના અધિકારીપુત્રને કામ સોંપાયું હોય તેમાં લોટ, પાણી'ને લાકડા જેવો ઘાટ, જ્યારે બીજો પુત્ર ગુપચુપ રીતેવહીવટી વિભાગ’માં ગોઠવાઈ ગયો

આ જ અધિકારીના પત્નીના અત્યંત નજીકના એવા મહિલા ડૉક્ટર પૂરતી લાયકાત ન હોવા છતાં ચાર વર્ષથી એક જગ્યાએ ચીપકેલા, તેમના પતિદેવ પણ હોસ્પિટલમાં વૈભવી ઠાઠ ભોગવતાં હોવાનો ગણગણાટ

એઈમ્સ ટોબેકોમુક્ત' હોવાની સુફિયાણી વાત વચ્ચે એક અધિકારી ચેમ્બરમાં ફૂંક્યે રાખે છે સિગરેટ તો બીજા ઓફિસમાં જ તમાકુ ખાઈને પીચકારી કચરાટોપલીમાં મારે છે !!

ગુજરાતની સૌપ્રથમ એઈમ્સ હોસ્પિટલ રાજકોટમાં તૈયાર થઈ રહી છે. હજુ તો સંપૂર્ણ રીતે તેનું કામ પણ પૂરું થયું નથી ત્યાં જ એક બાદ એક વિવાદો સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ મહિલા ડૉક્ટરે માનસિક સતામણી સહિતના આક્ષેપો સાથે ટોચ લેવલે ફરિયાદ કરીને ખળભળાટ મચાવી દીધા બાદ અહીં કેવીલાલીયાવાડી’ ચાલી રહી છે તેના ઉપરથી પરદો ઉંચકાઈ રહ્યો છે. જે પ્રમાણે અહીં વિવાદો અને નબળા કામની ફરિયાદો થઈ રહી છે તેને જોતાં જાણકારો સ્પષ્ટ કહી રહ્યા છે કે એઈમ્સ હોસ્પિટલનું એક અંગ નહીં બલ્કે અઢારેય અંગ વાંકા છે !! તાજેતરમાં જ હોસ્પિટલની કેન્ટીનમાં પ્લાસ્ટર ઑફ પેરિસ (પીઓપી) તૂટ્યું હોવાનો વીડિયો સામે આવ્યો હતો ત્યારે વરવી વાસ્તવિક્તા એ છે કે એક નહીં બલ્કે સાત-સાત જગ્યાએ આ પ્રકારે પીઓપી ખરી પડ્યું અથવા તો તૂટી પડ્યું છે. આ પાછળ માત્રને માત્ર નબળા કામને કારણે ભેજ ઉતરવો જ જવાબદાર છે.


બહુ ટૂંકા ગાળાની અંદર કેન્ટીન ઉપરાંત ગાયનેક સહિતના સાત વિભાગોમાં મોટું લીકેજ હોવાનું અને ગમે ત્યારે પ્લાસ્ટર ઓફ પેરિસ તેવી ભીતિ સેવાઈ રહ્યાનું એઈમ્સના જાણકાર વર્તુળો જણાવી રહ્યા છે. આવું થવા પાછળનું મુખ્ય કારણ સેન્ટ્રલી એ.સી.નું પાણી આમ-તેમ ફરતું હોવાનું છે.


વળી, આ કામ બીજું કોઈ નહીં બલ્કે હોસ્પિટલના ટોચના એક અધિકારીના પુત્ર કે જેને મહિને સવા લાખ પગાર ચૂકવવામાં આવે છે તે સંભાળી રહ્યો હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે. અધિકારીના એન્જિનિયર પુત્રને એ.સી. તેમજ રેફ્રિઝરેશનની કામગીરી સોંપવામાં આવી છે. વાત આટલેથી જ પૂરી થઈ રહી નથી. આ જ અધિકારીનો અન્ય એક પુત્ર વહીવટી તંત્રમાં નોકરી કરી રહ્યો છે. આટલું ઓછું હોય તેમ એ અધિકારીના પત્નીનાં સગા પૂરતી લાયકાત ન હોવા છતાં છેલ્લા ચાર વર્ષથી એક જ જગ્યા શોભાવી રહ્યા છે. સામાન્ય રીતે એઈમ્સમાં ૧૧ મહિનાના કરારથી ડૉક્ટર કાર્યરત થતા હોય છે અને ૧૧ મહિના પૂર્ણ થાય એટલે તેની કામગીરી બરાબર હોય તો કરાર રિન્યુ કરવામાં આવતો હોય છે પરંતુ અહીં એવું કશું જ કરવામાં આવ્યું ન હોવાની વાતો પણ વહેતી થવા પામી છે. આ જ ડૉક્ટરના પતિ પણ હોસ્પિટલમાં વૈભવી ઠાઠ ભોગવી રહ્યાનું જાણકારો જણાવી રહ્યા છે.


એઈમ્સ હોસ્પિટલ એ રાજકોટ જ નહીં બલ્કે આખા ગુજરાતનું ઘરેણું' ગણાય છે એટલા માટે તેનેટોબેકોમુક્ત’ રાખવાની મસમોટી જાહેરાત કરી દેવાઈ હતી પરંતુ સ્થિતિ જાણે કે વિપરિત હોય તેવી રીતે અહીં એક ટોચના અધિકારી આખો દિવસ સિગરેટ ફૂંક્યે રાખતાં હોવાનું તો અન્ય એક અધિકારી ઓફિસમાં જ તમાકુ ખાઈને તેની પીચકારી કચરાટોપલીમાં મારતાં હોવાનું પણ સામે આવ્યું છે.

ઓપરેશન થિયેટરમાં ભેજ આવવા લાગ્યો: નિયમોનું થયું ‘બાળમરણ'

આઈઆઈટીના નિયમો પ્રમાણે ફૂગ કે ભેજ હોય ત્યાં ઓપરેશન થઈ શકતું નથી

રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં જાણે કે નિયમોનુંબાળમરણ’ જ થઈ રહ્યું હોય તેમ એક બાદ એક નિયમ નેવે મુકીને કામ કરવામાં આવી રહ્યું છે. અહીં ચાર ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યા છે પરંતુ લગભગ દરેકમાં ભેજ આવવા લાગ્યો હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. આઈઆઈટીના નિયમ પ્રમાણે ફૂગ કે ભેજ જ્યાં હોય તે જગ્યામાં દર્દીનું ઓપરેશન થઈ શકતું નથી કેમ કે જો આવી જગ્યા પર ઓપરેશન થાય તો દર્દીને ભેજ અને ફુગમાં રહેલા બેક્ટેરિયા અસર કરી શકે છે. એઈમ્સમાં અત્યારે ભેજ વચ્ચે જ ઓપરેશન કરવામાં આવી રહ્યા હોવાનું અથવા તો નિયમો નેવે મુકીને કામ કરવામાં આવી રહ્યાનું સ્પષ્ટ થઈ રહ્યું છે.

ભારે કરી: કેન્દ્રીય આરોગ્ય મંત્રીને પણ ઉઠા ભણાવી દેવાયા
તાજેતરમાં યોજાયેલી તીરંગા યાત્રામાં સામેલ થવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડા રાજકોટ આવ્યા હતા. અહીં કાર્યક્રમ પતાવી તેઓ એઈમ્સ હોસ્પિટલે પહોંચ્યા હતા. આ વેળાએ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડની સેવા મળી રહી ન હોવાની ફરિયાદો સામે આવતાં હોસ્પિટલના તંત્રવાહકોએ ત્રણ જ દિવસમાં આ સેવા શરૂ થઈ જશે તેવી સુફિયાણી વાતો કરીને નડ્ડાને ઉઠા ભણાવી દીધા હતા. એઈમ્સમાં આયુષ્યમાન કાર્ડ ચાલે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે પરંતુ બેન્કો તેમજ વીમા કંપનીઓ સાથે હોસ્પિટલ દ્વારા એમઓયુ કરવામાં આવી રહ્યા ન હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે આવું શા માટે થઈ રહ્યું હશે તે તો જવાબદારો જ જાણતાં હોવા જોઈએ. સત્ય એ છે કે કેન્દ્રીય મંત્રી ગયાને એક મહિના કરતા વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી આયુષ્યમાન કાર્ડની સેવા શરૂ થઈ શકી નથી.

આ છે વરવું સત્ય: અધિકારીને એક સાંસદનું જબરું પીઠબળ
એક વાત એવી પણ સામે આવી રહી છે કે એઈમ્સ હોસ્પિટલના એક અધિકારીને સાંસદનું જબરું પીઠબળ મળી રહ્યું હોવાથી તેમનો વાળ પણ વાંકો થઈ રહ્યો નથી અને એટલા માટે જ તેઓ પોતાની રીતે કામ કરી રહ્યા છે. હવે આ સાંસદ અને અધિકારી વચ્ચેના સંબંધોને કારણે એઈમ્સ હોસ્પિટલના સ્ટાફ અને દર્દીઓએ ક્યાં સુધી ભોગવવાનું રહેશે તો તો સરકાર જ જાણતી હોવી જોઈએ. આ જ અધિકારી પત્નીના નામે સિક્યોરિટી એજન્સી પણ સંચાલિત કરી રહ્યાની વાત ચર્ચાઈ રહી છે.

Share Article

Other Articles

Previous

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકો માટે આજનો દિવસ અત્યંત લાભદાયી, કાર્યો સમયસર પૂર્ણ થશે, આર્થિક લાભ થશે

Next

રાજકોટમાં અભ્યાસ કરતી નર્સિંગ છાત્રા પર કૌટુંબિક ભાઈએ ગુજાર્યું દુષ્કર્મ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
5 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
5 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
6 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
6 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

વર્ક ફ્રોમ કાર !! ડ્રાઇવિંગ કરતી વખતે લેપટોપ પર કામ કરતી મહિલાનો વિડીયો વાયરલ, પોલીસે કરી કાર્યવાહી
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
નિર્ધારિત સમયમાં ચૂંટણી નહીં થતાં વર્લ્ડ રેસલિંગે આકરું પગલું ભર્યું
નેશનલ
2 વર્ષ પહેલા
MPમાં બારમા ધોરણના છાત્રએ શાળામાં જ પ્રિન્સિપાલની હત્યા કરી : વોશરૂમમાં પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળીબાર કર્યો
ક્રાઇમ
6 મહિના પહેલા
‘નલ સે જલ’ યોજનાની વાતો વચ્ચે આજે પણ રાજકોટમાં ૮૪૦ ડંકી !
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર