ગરીબ રેશનકાર્ડ ધારકોને દિવાળીએ અપાશે શુદ્ધ સીંગતેલ : એડવાન્સમાં સ્ટોક મંગાવી લેવાયો
દિવાળીએ જન્માષ્ટમીવાળી ન થાય તે માટે એડવાન્સમાં સ્ટોક મંગાવી લેવાયો : રાજકોટ માટે 1039 બોક્સ તેલ આવી ગયું
રાજકોટ : રાજ્ય સરકાર દ્વારા આગામી દિવાળીના તહેવારોમાં ગરીબ રેશનકાર્ડ ધારકોને રાહતભાવે શુદ્ધ સીંગતેલ આપવા નક્કી કર્યું છે, જો કે, જન્માષ્ટમીના તહેવારોમાં છેલ્લી ઘડીએ સીંગતેલની ફાળવણી કરવામાં આવી હોય દિવાળીના તહેવારમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે રાજકોટના પુરવઠા ગોડાઉનમાં અત્યારથી જ સીંગતેલનો જથ્થો ફાળવી દેવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ સહિત રાજ્યભરમાં આગામી દિવાળીના તહેવારોમાં રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા બીપીએલ અને અંત્યોદય યોજનાના રેશનકાર્ડ ધરાવતા ગરીબ પરિવારોને રાહતદરે શુદ્ધ સીંગતેલ વિતરણ કરવામાં આવશે, વધુમાં આગામી માસે સીંગતેલની ફાળવણી કરવાની હોય અત્યારથી જ રાજકોટ પુરવઠા ગોડાઉનમાં 1039 કાર્ટૂન તેલનો જથ્થો ફાળવી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, જન્માષ્ટમીના તહેવારોમાં છેલ્લી ઘડીએ તેલનો જથ્થો આવતા દુકાનદારો અને તંત્રને દોડધામ થઇ પડી હોય દિવાળી માટે આગોતરો જ જથ્થો ફાળવવામાં આવ્યો છે.