Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

મોરબીમાં સ્પાની આડમાં ધમધમતા કુટણખાનાઓ ઉપર પોલીસ ત્રાટકી : ત્રણ સ્પામાં દરોડા

Thu, October 19 2023

ભક્તિનગર ઓવરબ્રિજ પાસેના અફિમ, દરિયાલાલ સ્કવેરમાં આવેલ ઓથ્રી અને મહેન્દ્રનગર ચોકડીએ આવેલ વેલકમ સ્પામાં પોલીસની કાર્યવાહી

એસઓજી, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ અને સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા કાર્યવાહી

મોરબીમાં સ્પાની આડમાં કુટણખાના ધમધમતા હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે મોરબી એસઓજી, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ અને સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા સપાટો બોલાવી દઈ ત્રણ અલગ -અલગ કાર્યવાહીમાં મહિલા સહિતના સંચાલકો દલાલોને ઝડપી લીધા હતા. આ કાર્યવાહી અંતર્ગત ભક્તિનગર ઓવરબ્રિજ પાસેના અફિમ, દરિયાલાલ સ્કવેરમાં આવેલ ઓથ્રી અને મહેન્દ્રનગર ચોકડીએ આવેલ વેલકમ સ્પા પોલીસની ઝપટે ચડ્યા હતા.

મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તેમજ ખુદ રાજ્યના ગૃહમંત્રી દ્વારા સ્પાની આડમાં ધમધમતા કુટણખાનાઓ ઉપર તૂટી પડવા પોલીસને આદેશો આપ્યા છે ત્યારે મોરબી પોલીસની અલગ – અલગ ટીમોએ સ્પાની આડમાં ચાલતા કુટણખાનાઓ ઉપર કડક હાથે કાર્યવાહી કરી હતી જે અન્વયે પ્રથમ કાર્યવાહીમાં મોરબી એસઓજી ટીમે ભક્તિનગર ઓવરબ્રિજ પાસે આવેલ અફીમ સ્પામાં દરોડો પાડી સ્પા સંચાલક બિમલા દેવીપ્રસાદ ઇગ્નાબ, રહે.હાલ લાયન્સનગર,શક્તશનાળા કીરણબેન મોહનભાઇ પરમારના મકાનમાં ભાડેથી મોરબી, મુળ રહે.કોહવરા વોર્ડ નં-1 જીલ્લો- ઝાપા (નેપાલ) વાળીને ઝડપી લઈ સ્પામાં આવતા ગ્રાહકોને શરીર સુખ માણવાની સુવિધા આપવા સબબ ધી ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્‍શન એકટની 1956ની કલમ 3(1),4, 5(1)(એ), 5(1)(ડી),6(1)(બી),મુજબ ગુન્હો નોંધી સ્પા ખાતે હાજર નહીં મળી આવેલા અન્ય આરોપી મહેશભાઇ ગોકળભાઇ મેવા રહે.મોરબી વાળને ફરાર દર્શાવી ગુન્હો નોંધી રોકડા રૂપિયા 12,500, રૂપિયા 15 હજારની કિંમતનો મોબાઈલ ફોન તેમજ કોન્ડમનો જથ્થો કબ્જે કરી કુલ રૂપિયા 27,500નો મુદામાલ કબ્જે કર્યો હતો.

જયારે બીજા દરોડામાં મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા મોરબીના શનાળા રોડ ઉપર દરીયાલાલ સ્કવેર કોમ્પ્લેક્ષના ત્રીજા માળે આવેલ ઓથ્રી સ્પા એન્ડ સલૂનમાં દરોડો પાડી સ્પા સંચાલક દિપક રમેશચંદ ચૌહાણ રહે.બલજીતનગર, પટેલનગર, સેન્ટ્રલ દિલ્હી, હાલ રહે. શનાળારોડ, દરીયાલાલ સ્કવેર મોરબી, કર્ણબહાદુર નૌલે લોહાર ઉર્ફે નવલ લોહાર, રહે. મુળ જાનકી ગ્રામ પંચાયત, વોર્ડ નં.-૦૮,જી. કૈલાલી (નેપાળ) વાળાને ઝડપી લઈ સ્પામાં આવતા ગ્રાહકોને અનૈતિક શરીર સુખ માણવા માટે સુખ સુવિધા આપવા સબબ કાર્યવાહી કરી રોકડા રૂપિયા 4500, એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા 5000 તેમજ કોન્ડમના પેકેટ મળી કુલ રૂપિયા 9500નો મુદામાલ કબ્જે કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ધી ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્‍શન એકટની 1956ની કલમ 3(1),4, 5(1)(એ), 5(1)(ડી),6(1)(બી),મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

જયારે ત્રીજી કાર્યવાહીમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મહેન્દ્રનગર ચોકડી નજીક શીવ કોમ્પલેક્ષમા આવેલ હરીઓમ નાસ્તા ઉપર પહેલા માળે આવેલ વેલકમ સ્પામાં દરોડો પાડી આરોપી જયેશભાઇ મોહનભાઇ પરડવા, રહે.મોરબી- મહેન્દ્રનગર બસ સ્ટેશન પાછળ સહજાનંદ એપાર્ટમેન્ટ, વિમલભાઇ લલીતભાઇ અગ્રાવત, રહે.પીપળીગામ ધર્મગંગા સોસાયટી તા.જી.મોરબી અને પ્રકાશભાઇ કનૈયાલાલ ડાખોર, રહે.મોરબી વિધ્યુતનગર ગરબી ચોક મોરબી વાળાને ઝડપી લઈ ગ્રાહકોને શરીર સુખની સુવિધા આપવા સબબ રોકડા રૂપિયા 5600, ત્રણ મોબાઇલ ફોન કિંમત રૂપિયા 52,000 તેમજ 39 કોન્ડમ સહીત રૂ.57,600નો મુદામાલ કબ્જે કરી આરોપી મુકેશભાઇ ઘોઘાભાઇ સુરેલા હાજર નહીં મળી આવ્યો હોય ચારેય વિરુદ્ધ ધી ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્‍શન એકટની 1956ની કલમ 3(1),4, 5(1)(એ), 5(1)(ડી),6(1)(બી),મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

આમ, મોરબીમાં લાંબા સમયથી સ્પાની આડમાં ચાલતા કુટણખાનાઓ ઉપર મોરબી પોલીસે સામુહિક કાર્યવાહી કરતા હાલતુર્ત સ્પાના ગોરખધંધા કરતા તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

Share Article

Other Articles

Previous

વિરાટની સદીની મદદથી ભારતની સતત ચોથી જીત, બાંગ્લાદેશને સાત વિકેટે હરાવ્યું

Next

ભાજપ અને આપના હોદ્દેદારો, કાર્યકરો અને આગેવાનો તિરંગો ખેસ ધારણ કરીને કોંગ્રેસમાં જોડાયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
Breaking
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કોલકત્તામાં ભાજપના કાર્યકરોને સંબોધીને કહ્યું, 2026માં મમતા સરકારને જનતા ઉખાડીને ફેંકી દેશે
3 કલાક પહેલા
દિલ્હીમાં 76 કિલોમીટરની ઝડપે મીની વાવાઝોડું ફૂંકાયું, વરસાદ તૂટી પડ્યો, અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી
3 કલાક પહેલા
ગુજરાતમાં મેઘરાજા સમયસર જ આવશે : આ તારીખ પછી દક્ષિણના દરિયા કિનારે પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
1 દિવસ પહેલા
હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2153 Posts

Related Posts

જોધપુરમાં ચકચારી ઘટના : મહિલાની લાશના છ ટુકડા કરી ઘરમાં દફનાવી દીધી, જાણો શું છે સમગ્ર મામલો
ક્રાઇમ
7 મહિના પહેલા
હવે મોદકના પણ છપ્પન ભોગ : ૨૫ પ્રકારના બને છે મોદક
ગુજરાત
9 મહિના પહેલા
ધો.10નું રિઝલ્ટ જાહેર : બનાસકાંઠા જિલ્લાએ સૌથી વધુ પરિણામ સાથે બાજી મારી, આ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ
ગુજરાત
3 સપ્તાહs પહેલા
PM નરેન્દ્ર મોદી આવતી કાલથી 3 દિવસ ગુજરાતની મુલાકાતે
Breaking
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર