ગુજરાતના ૨૦ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પોલીસ મેડલ
રાજકોટના પૂર્વ જેસીપી ખુરશીદ અહમદ અને સીએમ સિક્યુરિટીના ડીવાયએસપી ગીરીરાજસિંહ જાડેજાને બીજી વખત એવોર્ડ
૧૫મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ, 2023ના અવસરે કુલ 954 પોલીસ કર્મચારીઓને પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યા છે.જેમાં ગુજરાતના ૨૦ જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.ઉપરાંત CRPF 1 જવાનને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યા છે, 229ને વીરતા માટે પોલીસ મેડલ તેમજ પ્રતિષ્ઠિત સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ 82 ને અને 642 ને મેરીટોરીયસ સર્વિસ માટે પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યા છે.
રાષ્ટ્રપતિ વીરતા માટે પોલીસ મેડલ અને વીરતા માટે પોલીસ મેડલ જીવન અને સંપત્તિ બચાવવા અથવા અપરાધ અટકાવવા અથવા ગુનેગારોની ધરપકડ કરવા માટે વિશિષ્ટ વીરતાના આધારે આપવામાં આવે છે. વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ પોલીસ સેવામાં વિશેષ વિશિષ્ટ રેકોર્ડ માટે આપવામાં આવે છે અને પોલીસ મેડલ ફોર મેરિટોરિયસ સર્વિસએ સંસાધન અને ફરજ પ્રત્યેની નિષ્ઠા દ્વારા દર્શાવવામાં આવેલી મૂલ્યવાન સેવા માટે એનાયત કરવામાં આવે છે. ગુજરાતના 20 પોલીસ અધિકારીઓને પ્રેસિડેન્ટ પોલીસ મેડલની જાહેરાત થઇ છે જેમાં ગાંધીનગર પોલીસ મોર્ડનાઈઝેશનના અડીશ્નલ ડીજી અને રાજકોટના પૂર્વ જેસીપી ખુર્શીદ મંઝર અલી અહેમદ, ગાંધીનગરના ઇન્ટેલિજન્સ ઓફિસર વિશાલભાઈ દેવશીભાઈ ચૌહાણ, જયારે
મેરીટોરીયસ સર્વિસ માટે પોલીસ મેડલમાં રેલવેના એડીજી ડૉ. રાજકુમાર પાંડિયન, વડોદરાના રેન્જ આઈજી અને રાજકોટના પૂર્વ રેન્જ આઈજી સંદીપસિંઘ, ગાંધીનગર મુખ્યમંત્રી સુરક્ષા વિભાગના ડીવાયએસપી ગીરરાજસિંહ અનોપસિંહ જાડેજા,અમદાવાદના એસીપી ફિરોઝ અબ્દુલભાઈ શેખ, રાજકોટના પૂર્વ એસીપી અને હાલ અમદાવાદના એસીપી તરીકે ફરજ બજાવતા જે.એસ.ગેડમ,પંચમહાલ ગોધરાના ડીવાયએસપી સુરેન્દ્રસિંહ બલવંતસિંહ કુંપાવત, સુરત રેન્જના પીએસઆઈ મનોજકુમાર ગુલાબરાવ પાટીલ, વડોદરા વાયરલેસ પીએસઆઈ પ્રવિણકુમાર જસમતભાઈ દેત્રોજા, ગાંધીધામ આર્મ્ડ પોલીસ હેડ કોન્સ્ટેબલ ખીમજી રણમલભાઈ ફફલ, અમદાવાદ શહેરના હેડ કોન્સ્ટેબલ દિલીપસિંહ વિજયસિંહ સોલંકી, દેવભૂમિ દ્વારકાના પીએસઆઈ ભાર્ગવ કુમાર મનસુખલાલ દેવમુરારી, સુરતના ઈન્ટેલિજન્સ ઓફિસર રેખાબેન જયરામભાઈ કેલાટકર, સુરતના પીએસઆઈ ભરતસિંહ જોરૂભા ગોહિલ, ગાંધીનગર આસિસ્ટન્ટ ઈન્ટેલિજન્સ ઓફિસર રાજેન્દ્રસિંહ ભવસંગભાઈ મસાણી, સુરત શહેરના પીએસઆઈ કીર્તિપાલસિંહ હરીશચંદ્રસિંહ પુનવર, વડોદરા રેન્જના એએસઆઈ રવિન્દ્ર શિવરામ માલપુરે, સુરત આસીસ્ટન્ટ ઈન્ટેલિજન્સ ઓફિસર અશોક અરજણભાઈ મિયાત્રા, ગાંધીનગરના પીએસઆઈ નીતા જીતેન્દ્ર જંગલનો સમાવેશ થાય છે.આઈપીએસ ખુરશીદ અહમદ અને ડીવાયએસપી ગીરીરાજસિંહ જાડેજાને બીજી વખત પોલીસ મેડલ એનાયત કરવામાં આવશે.