ચોરીના વાહનો ઉપર પોલીસનું રખોપું
ઘણા વર્ષોથી અલગ અલગ ગુનામાં કબજે અને ડીટેઈન કરેલા વાહનો ભંગાર હાલતમાં
વાહનોની હરાજી થાયતો સરકારને મોટી રકમની આવક થાય
રાજકોટના અલગ અલગ પોલીસ સ્ટેશનો દ્વારા કબજે કરેલા વાહનોનો હાલ ભંગાર હાલતમાં પોલીસના શીતલ પાર્ક ખાતેના ગ્રાઉન્ડમાં અને માઉન્ટેડ હેડ ક્વાટર્સ ખાતે છેલ્લા કેટલા વર્ષથી પડ્યા છે આ બન્ને સ્થળોએ એટલો ભંગાર ભેગો થયો છે કે, જાણે કે ભંગારનું ગોડાઉન હોય. પોલીસ દ્વારા અલગ અલગ ગુનામાં વાહનો કબજે કરવામાં આવે છે, પણ ત્યાર બાદ આ વાહનો શીતલ પાર્ક ખાતેના ગ્રાઉન્ડમાં અને માઉન્ટેડ હેડ ક્વાટર્સ ખાતે ધૂળ ખાતાને કાટ ખાતા જોવા મળે છે. પણ જો આ વાહનોની હરાજી કરીને વેચી દેવામાં આવે ઓ પોલીસને મોટી આવક થઇ શકે છે. ગુનાખોરીમાં પકડાયેલા વાહનો કબજે કરવામાં આવ્યા બાદ તેનો વર્ષો સુધી નિકાલ થતો નથી. જેના કારણે આ વાહનો કચરાના ઢગ સમાન બને છે.
ઉપરાંત ટ્રાફિક શાખાએ ડિટેઇન અને કબજે કરેલાં વાહનોને લેવા માટે કોઈ આવતું નથીં તેમજ પોલીસે રિકવર કરેલા વાહન વર્ષોથી ધૂળ ખાતાં હોવા છતાં તેના માલિકો લેવા આવતા નથી.કેટલાકે વાહન કરતા દંડ વધુ હોય પોતાનું વાહન લેવા આવવાની તસ્દી લેતા નથી. વર્ષોથી ધૂળ ખાતા આ તમામ વાહન માલિકો તેમના વાહન પરત લેવા માટે નામ સરનામા આર.ટી.ઓ. મારફતે મેળવીને નોટિસો ફટકારી હોવા છતાં માલિકો આવા વાહનો લેવા નહી આવતા હવે વર્ષોથી પડેલા આવા હજારો વાહનો ભંગાર બની ગયા છે.
કેટલાક વાહન ચોરીના હોય પોલીસે આ વાહનો ખરેખર ક્યાંથી ચોરી થયા છે અને તેના મૂળ માલિકો કોણ છે ? તે દિશામાં તપાસ કરી હોય પરતું કોઈ ચોક્કસ માહિતી નહી મળતા આવા વાહનો ભંગાર બની ગયા છે. જંગી માત્રામાં એકઠાં થયેલાં વાહનો બાબતે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ યોગ્ય કાર્યવાહી કરવાની સૂચના આપી છે. પોલીસે અગલ અગલ ગુનામાં જપ્ત કરેલા વાહનો જ્યારે કોઈ લેવા માટે ના આવે ત્યારે તેને સાચવવાની પણ વિશેષ જવાબદારી તેઓના માથે આવતી હોય છે.
ઘણા કિસ્સાઓમાં બૂટલેગરો ખેપ મારી વાહન રેઢા મૂકી દે છે.આવા વાહનો લાંબા સમય માટે શહેરના અલગ અલગ વિસ્તારોમાં રેઢા મળી આવે છે અને પોલીસ તેને કબજે કરે છે.
રાજકોટના અલગ અલગ પોલીસ સ્ટેશનો દ્વારા અલગ અલગ ગુનાના કામે કબજે કરેલા વાહનો આવી ભંગાર સ્થિતીમાં સડી રહ્યા છે. બાઇક-કાર-રીક્ષા તેમજ બસ સહિતના મોટા અનેક વાહનો જે ગુનાખોરીમાં પકડાયા બાદ આવી જ રીતે ધૂળ ખાતા હોય છે. ગુનાખોરીમાં કબજે કરાયેલા હોવાથી કાયદાની આંટીઘૂંટીમાં આ વાહનોને છોડવવા કોઈ આવતું નથી. જેના કારણે કરોડોની કિંમતના આ વાહનો આમ જ ખતમ થાય છે. ત્યારે જો આ વાહનો હરાજી કરીને વેચી દવામા આવે તો સરકાર મોટી રકમની આવક થઈ શકે છે.