ત્રિકોણબાગે ગેરકાયદેસર વાહન પાર્ક કરનારા ઉપર પોલીસની તવાઈ, ૧૨ સામે ગુનો નોધાયો
ડીસીપીના નાઈટ રાઉન્ડમાં ન્યુસન્સ પોઈન્ટ બનેલા ચાની હોટલે પાસે વાહનનોનો ખડકલો નઝરે પડતા કાર્યવાહી
શાસ્ત્રી મેદાન પાસે બે રિક્ષા ચાલકો વચ્ચે પેસેન્જર ભરવા બાબતે માથાકૂટ થયા બાદ પોલીસ સ્ટેશનના પટાગણ માં છરીઓ ખેચાયાની ઘટના બાદ ત્રિકોણબાગ અને આસપાસ ગેરકાયદેસર ટ્રાફિકને અડચણ રૂપ થાય તેમ પાર્ક થયેલા વાહનો સામે પોલીસે કાર્યવાહી કરી હતી. ત્રિકોણ બાગ ચોકમાં આવેલી મચ્છોધણી ટી સ્ટોલ એન્ડ પાન નામની હોટલ-દૂકાન પાસે આડેધડ વાહનો પાર્ક કરાયા હોઇ નાઇટ પેટ્રોલીંગમાં નીકળેલા ડીસીપી ઝોન-૨ સુધીરકુમાર દેસાઇની નજરે આ દ્રશ્ય ચડતાં એ-ડિવીઝન પોલીસને બોલાવી કાર્યવાહી કરાવી હતી. પોલીસ ત્રાટકતાં બાર શખ્સો વાહનો મુકીને ભાગ્યા હતાં. એક પકડાઇ ગયો હતો.
શહેરમાં આડેધડ ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કરાતાં વાહનો અંગે સમયાંતરે પોલીસ ગુના નોંધે છે. આ ઉપરાંત દૂકાનદારો પણ ટ્રાફિકને નડે એ રીતે માલસામાન રાખે તો કાર્યવાહી થાય છે. દરમિયાન ગત રાતે અઢી વાગ્યે ત્રિકોણ બાગ ચોકમાં આવેલી મચ્છોધણી ટી સ્ટોલ એન્ડ પાન નામની હોટલ-દૂકાન પાસે આડેધડ વાહનો પાર્ક કરાયા હોઇ નાઇટ પેટ્રોલીંગમાં નીકળેલા ડીસીપી ઝોન-૨ સુધીરકુમાર દેસાઇની નજરે આ દ્રશ્ય ચડતાં એ-ડિવીઝન પોલીસને બોલાવી કાર્યવાહી કરાવી હતી. પોલીસ ત્રાટકતાં બાર શખ્સો વાહનો મુકીને ભાગ્યા હતાં. એક પકડાઇ ગયો હતો.
ત્રિકોણબાગ પાસે આવેલ મચ્છોધણી હોટેલમાં કામ કરતાં યુનિવર્સિટી રોડ પર રહેતાં મધુર મેહુલભાઇ ઝાપડા તથા વાહન મુકી ભાગી જનારા બાર શખ્સો સામે આઇપીસી ૧૮૮ મુજબ ગુનો નોંધ્યો હતો. જેના વાહનો પોલીસે ડિટેઇન કર્યા તેમાં જીજે૦૩એમક્યુ-૬૩૬૪, જીજે૦૩એફબી-૬૩૪૮, જીજે૦૩કેએફ-૬૧૦૬, જીજે૦૩એફઆર-૦૦૭૧, જીજે૦૩એમપી-૦૨૨૮, જીજે૦૩ઇજે-૪૪૬૯, જીજે૦૩એમએફ-૦૦૩૨, જીજે૦૩બીએમ-૦૦૮૮, જીજે૦૩જેપી-૩૬૫૬, જીજે૦૩એએફ-૭૭૭૦ તથા જીજે૦૩એનસી-૦૦૧૦ અને જીજે૦૩ડીઆર-૮૪૫૬નો સમાવેશ થાય છે. ત્રિકોણબાગ પાસે આવેલ ચાદૂકાને મોડી રાત સુધી ન્યુસન્સ વધી રહ્યું હોય અહિયાં આવતા લોકો મોડી રાત સુધી આડેધડ પાર્ક કરતા હોય પોલીસે આ વાહન ચાલકો સામે ગુનો દાખલ થયો હોય તેવો કદાચ આ પહેલો બનાવ છે.