સ્માર્ટ મીટરમાં વધુ બિલ આવતું હોવાની ગેરસમજ દૂર કરવા pgvcl ચેક મીટર લગાવશે
લોકો સ્માર્ટ મીટર અને ચેક મીટરનો વીજ વપરાશ જાણી શકશે: પ્રાયોગિક ધોરણે કેટલાક લોકોના ઘરે લગાવેલા સ્માર્ટ મીટર અને ચેક મીટરમાં વીજ વપરાશ સમાન આવતો હોવાનો પીજીવીસીલનો દાવો
વોઇસ ઓફ ડે, રાજકોટ
રાજકોટ સહિત રાજ્યના કેટલાક શહેરોમાં વીજ વિતરણ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. જેમાં જૂન મીટર કરતાં વધુ બિલ આવતું હોવાની રાવ ઉઠવા પામી હતી અને આ વિવાદ વકારતા એક સમયે કેટલાક શહેરોમાં સ્માર્ટ મીટર નાખવાનું બંધ પણ કરવામાં આવ્યું છે. આવા સમયે પીજીવીસીએલ દ્વારા લોકોમાં ઉભી થયેલી ગેર સમાજ દૂર કરવા માટે અને સ્માર્ટ મીટરમાં જૂન પોસપેઇડ મીટરની જેમ બિલ આવતું હોવાનું સાબિત કરવા માટે હવે કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે.
પીજીવીસીએલ દ્વારા જણાવ્યું છે કે, જૂનું મીટર બદલી સ્માર્ટ મીટર લાગાડવામાં આવે ત્યારે છેલ્લા બિલના રીડિંગથી જૂના મીટર બદલવાના સમયે નોંધાયેલા રીડિંગ વચ્ચેના તફાવતના આધારે ગ્રાહકના વીજ વપ્રાશનું બિલ એક સાથે ગ્રાહક પાસેથી લેવાના બદલે તેની સામે સિક્યુરિટી ડિપોઝિટની રકમ એડજસ્ટ કરીને ફાઇનલ આઉટસ્ટેન્ડિંગ એમાઉન્ટની ગણતરી કરી તેને મહતમ ૬ મહિનામાં વસૂલ કરી શકાય તે રીતે દૈનિક રકમ ગ્રાહકના ખાતામાંથી ઉઘરાવવાની જોગવાઈ કરવામાં આવેલી હતી.
સ્માર્ટ મીટર ધારકોના બેલેન્સમાંથી દૈનિક વીજ વપરાશના ચાર્જ ઉપરાંત આ જૂના વપરાશના બિલની રકમ પણ ઉઘરાવવામાં આવતી હોવાથી સ્માર્ટ મીટર ગ્રાહકને વીજ બિલ વધુ આવતું હોવાની ગેરસમજ ઉભી થયેલી છે. લોકોને ચાર્જની ગણતરી વિશે માહિતી ન હોવાથી ગેર સમાજ થઇ હોવાનું જણાવાયું છે. ઉપરાંત ચેક મીટર અને સ્માર્ટ મીટરમાં વીજ વપરાશની સરખામણી પણ કરવામાં આવી છે જેમાં સમાન વીજ વપરાશ નોંધાયેલો છે. આમ સ્માર્ટ મીટરમાં વધુ વીજ વપરાશ થતો હોવાના દાવામાં તથ્ય ન હોવાનું પીજીવીસીએલ દ્વારા જણાવાયું છે.
હવે પીજીવીસીએલ સ્માર્ટ મીટર ગ્રાહકો પૈકી જે ગ્રાહક સ્માર્ટ મીટર સાથે ચેક મીટર લગાડવા ઇચ્છતા હશે તેના ઘરે ચેક મીટર લગાડશે. જેથી બંને મીટરનો વપરાશ સરખાવી શકાય. સ્માર્ટ મીટર ધારકને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને મોબાઈલ એપ્લિકેશન પર માસિક બિલ આપવામાં આવશે. જેની ચુકવણી માટે હાલની સામાન્ય બિલ પ્રક્રિયા મુજબ નિયત સમયે આપવામાં આવશે. જે સ્માર્ટ મીટર ધારકનું રિચાર્જ મહિના દરમિયાન નેગેટિવ બેલેન્સમાં હશે તો પણ તેને કાપવામાં નહી આવે અને નિયત સમયગાળામાં બિલ ભરવામાં ન આવે તો તેવા કિસ્સામાં હાલની સામાન્ય બિલ પ્રક્રિયા મુજબ કાર્યવાહી કરાશે.
