રેસકોર્સ સભા સ્થળે સાઉન્ડ સિસ્ટમમા ખામી અને મોબાઈલ નેટવર્ક ખોરવાઈ જવાથી લોકો હેરાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેસકોર્સ ખાતે જાહેરસભા પૂર્વે જનમેદનીના મનોરંજન માટે ગીતા રબારી સહિતના કલાકારોનો કાર્યક્રમ યોજાયો હતો પરતું જાહેરસભામાં સાઉન્ડ સિસ્ટમમા ખામીને કારણે સંગીત કાર્યક્રમ દરમિયાન અવાજ અવાર નવાર બંધ થઈ જતો હતો જેથી ત્યાં હાજર લોકોને મનોરંજનમાં વિક્ષેપ પડ્યો હતો. તેમજ મોબાઈલ નેટવર્કમાં પણ જામરને કારણે કવરેજ નહિ મળતા અનેક નેતાઓ અને ત્યાં હાજર લોકોને હાલાકી ભોગવવી પડી હતી.
વડાપ્રધાન મોદીના રાજકોટ રેસકોર્સ ગ્રાઉન્ડ સભાસ્થળ પરથી ઝનાના હોસ્પિટલ સહિત રાજય અને કેન્દ્ર સરકારના વિવિધ 48 હજાર કરોડના વિકાસ પ્રોજેકટોનું લોકાર્પણ અને ભૂમિપૂજન સાથે જાહેરસભાની સંબોધન કર્યું હતું. વડાપ્રધાન મોદીના આ કાર્યક્રમ પૂર્વે ગીતા રબારી સહિતના કલાકરોનો જાહેર કાર્યક્રમ યોજાયો હતો જેમાં જાહેરસભામાં સાઉન્ડ સિસ્ટમમા ખામી સર્જાતા ગીતા રબારીના સંગીત કાર્યક્રમમાં ઓડિયો આવ-જા થયો હતો અને સભા સ્થળે હાજર લોકો કાર્યક્રમ સારી રીતે માણી શક્યા ન હતા. તેમજ જાહેરસભા સ્થળે મોબાઈલ નેટવર્ક પણ વારંવાર ખોરવાઈ જવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.