પી.એમ. નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રાજકોટ કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા પી.ડી.યુ. મેડિકલ કોલેજ ખાતે 73 જન ઔષધી કેન્દ્રના લોકાર્પણ કર્યા..જુઓ ..
રાજકોટમાં ૩ સ્થળેથી બજારભાવ કરતાં ૨૦થી ૫૦% સસ્તા ભાવે દવા મળશે
વડાપ્રધાન મોદીના જન્મદિને સિવિલ સહિત ૭૩ જગ્યાએ જનઔષધિ કેન્દ્રોનો પ્રારંભ કરાવતાં આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા: ગરીબ-મધ્યમ વર્ગના લોકો માટે આ કેન્દ્રો બચતનું કેન્દ્ર બનશે: દેશમાં આરોગ્ય ક્ષેત્ર કોમર્સ નહીં, સેવાનું માધ્યમ છે-માંડવિયા
ગરીબ અને મધ્યમ વર્ગની સૌથી મોટી ચિંતા બીમાર પડે ત્યારે મોંઘા ભાવે દવા ખરીદવાની હંમેશા રહેતી હોય છે. તેમની આ સમસ્યાને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં જનઔષધિ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. દરમિયાન રાજકોટના લોકોને પણ આ કેન્દ્રોનો વધુમાં વધુ લાભ મળે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલ સહિત શહેર-જિલ્લાના ત્રણ સ્થળે જનઔષધિ કેન્દ્રોનો પ્રારંભ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે કરવામાં આવ્યો છે. આ કેન્દ્રો ઉપરથી લોકો બજારભાવ કરતા ૨૦થી ૫૦% સસ્તા ભાવે દવા મળી શકશે.
આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે વડાપ્રધાન મોદીનું જીવન માનવતા અને સેવાકાર્ય સાથે વણાયેલું હોય આપણે પણ તેમાં સહભાગી બની ગરીબ, સામાન્ય પરિવારના લોકોને મદદરૂપ બનીએ જેના ભાગરૂપે રેડક્રોસ સોસાયટીના માધ્યમથી રાજકોટમાં ૭૩ જેટલા જન ઔષધિ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. લોકોને આ કેન્દ્રો ઉપરથી જરૂરી દવાઓ અત્યંત સસ્તા ભાવે મળી રહે તે માટે વર્ષ ૨૦૧૬થી પ્રારંભ કરાયેલા જનઔષધિ કેન્દ્રોના વિસ્તરણ સાથે દેશમાં નવ હજારથી વધુ કેન્દ્રો ઉપર રોજના ૨૦ લાખ લોકો આ દવાનો લાભ લઈ આર્થિક બચત કરી રહ્યા છે. એકંદરે જનઔષધી કેન્દ્રો એ સારવારની બચતના કેન્દ્રો બની ગયા છે.
રાજકોટમાં આ જનઔષધિ કેન્દ્રોનો લાભ લોકો સિવિલ હોસ્પિટલ, પદ્મ કુંવરબા હોસ્પિટલ તેમજ ગોંડલ હોસ્પિટલ મળી ત્રણ સ્થળેથી મેળવી શકાશે. આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં કુલ ૭૩ જનઔષધિ કેન્દ્રોનો પ્રારંભ રાજકોટથી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સાંસદો મોહન કુંડારિયા, રામભાઈ મોકરિયા, મેયર નયનાબેન પેઢડિયા, ધારાસભ્યો ડૉ.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ઉદય કાનગડ, સ્ટેન્ડિંગ કમિટી મેરચેન જયમીન ઠાકર, ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન અજય પટેલ, ડૉ.વલ્લભ કથીરીયા, ડૉ.જીતેન્દ્ર અમલાણી સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા.