લોધિકાના પારડી ગામે ખુલ્લા પ્લોટમાં થયેલું બાંધકામ તોડી પડાયુ..જુઓ વિડીયો
લોધિકા તાલુકાના પારડી ગામે સરકારી ખરાબા ગેરકાયદે બાંધકામ ચાલુ કરવામાં આવ્યૂ હોવાની ફરિયાદ મામલતદાર કચરીએ પહોંચતા સઘન પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશન કરવામાં આવ્યું હતું અને રૂ.૬૦ લાખની કિંમતી જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
લોધિકા તાલુકાના પારડી ગામે શિતળા માતાજી મંદિર નજીક, નજર અલીના ગોડાઉનની સામે સરકારી ખરાબના ખુલ્લા પ્લોટમાં ગેરકાયદેસર બાંધકામ શરૂ કરવામાં આવતાં જે અંગેની ફરીયાદ લોધિકા તાલુકા મામલતદાર કચેરીમાં કરવામાં આવી હતી. પારડી ગામના શીતળા માતાજી મંદિર વિસ્તારમાં જુના સર્વે નંબર 261 અને નવા સર્વે નંબર 521 પર સરકારી જગ્યા પર ખુલ્લા પ્લોટમાં અંદાજે 400 મીટરમાં ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું હોય મામલતદાર દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી તેમ છતાં બાંધકામ ચાલુ રાખતા ગુરુવારે ડીમોલેશન કરવામાં આવ્યું હતું.
પારડી ગામે સરકારી જગ્યામાં થઈ રહેલું દબાણ ગામના સરપંચ અને તલાટીને ધ્યાનમાં આવ્યું નહી હોય? તેવી લોકમુખે ચર્ચા થઈ રહી છે. સરકારી જગ્યામાં દબાણ અંગે લોધીકા તાલુકાના મામલતદારે જણાવ્યું હતું કે, દબાણ અંગેની ફરિયાદ મળતા ડિમોલેશન કરવામાં આવ્યું છે. સરકારી જગ્યા અંદાજે 400 મીટર પર દબાણ કરવામાં આવ્યું હતું. અંદાજે 60 થી 70 લાખ રૂપિયાની કિંમતી જમીન પરનું દબાણ દૂર કરી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. ડિમોલેશન સમયે શાપર પોલીસના પી.એસ.આઇ આર.કે.ગોહિલ અને પી.એસ.આઇ જી.બી જાડેજા તથા પોલીસ સ્ટાફ 40 અને 20 જીઆરડી સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો.