રાજકોટની મધુવન શાળા બંધ કરવા આદેશ
મંજૂરી વગર ધોરણ-9 અને 10ના વર્ગો ચલાવતી
જિલ્લા શિક્ષણાધિકારીએ કરેલી કડક કાર્યવાહી : 130 વિદ્યાર્થીઓને અન્ય શાળામાં પ્રવેશ અપાશે
રાજકોટ શહેરના ગોંડલ રોડ ઉપર ખોડીયારનગર વિસ્તારમાં આવેલી મધુવન શાળામાં મંજૂરી વગર ધોરણ-9 અને 10ના વર્ગો ચલાવતી શાળામાં ગેરરીતિ મામલે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળા બંધ કરવા આદેશ કરી મધુવન શાળામાં અભ્યાસ કરતા 130 જેટલા વિદ્યાર્થીઓનું ભાવિ ન બગડે તેમાટે અન્ય શાળામાં સમાવી લેવા કાર્યવાહી શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના ગોંડલ રોડ ઉપર ખોડિયાર નગરમાં આવેલી મધુવન શાળામાં મંજુરી વગર ધો.9 અને 10ના વર્ગો ચલાવાતા હોવાની ફરિયાદ ઉઠતા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શિક્ષણ નિરીક્ષકોને મોકલી આ શાળાની તપાસ કરવામાં આવી હતી, જેમાં શાળાની નોંધણીનું સ્થળ અલગ નિકળ્યું હતું. સાથે જ ગોંડલ રોડ પર ખોડીયારનગરમાં આ શાળા ચલાવાતી હતી. જોકે ધો.9 અને 10ના વર્ગો ચલાવાતા ન હતા. જેથી આ શાળાની મંજુરીનું સ્થળ અલગ નિકળતા શિક્ષણાધિકારી દ્વારા શાળા સંચાલકોનું હિયરીંગ કરવામાં આવેલ હતું. જે બાદ હવે આ શાળાને બંધ કરવા માટે સંચાલકોએ બાંહેધરી આપી દીધી હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી દીક્ષિત પટેલે જણાવ્યું હતું. સાથે જ શાળામાં અભ્યાસ કરતા બાળકોનું ભવિષ્ય ન બગડે તે માટે અન્ય શાળામાં સમાવી લેવા [ન કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું તેમને જણાવ્યું હતું.