રાજકોટમાં વધુ એક યુવકનું હાર્ટ ફેઇલ, વાંચો
સ્વામિનારાયણ ચોકમાં રહેતો યુવક ઘરે બેભાન થઈને ઢળી પડ્યો ,સારવાર મળે તે પહેલા જીવ ગયો : બે બહેનના એકના એક ભાઈના મોતથી પરિવારમાં કલ્પાંત
રાજકોટમાં સ્વામિનારાયણ ચોકમાં રહેતા યુવકને આવેલી હદય રોગનો હુમલો જીવલેણ સાબિત થયો છે.જેમાં યુવક
સવારે ઘરે હતો ત્યારે બેભાન થઈ જતાં સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતો જયાં તેમને મૃત જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ હતી.
વિગત મુજબ સ્વામિનારાયણ ચોક પાસે તુલસી એપાર્ટમેન્ટમાં રહેતા દિનેશભાઈ દિનેશભાઈ નાગર (ઉ.વ.૩૨)નામના યુવક આજે સવારે ૧૧ વાગ્યે થરે હતા ત્યારે અચાનક બેભાન થઈ ઢળી પડતાં ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં પરંતુ જીવ બચી શકયો ન હતો.તપાસમાં જાણવા મળ્યું હતું કે,મૃતક શાપરમાં આવેલી કંપનીમાં પ્રાઈવેટ નોકરી કરતા હતાં અને બે બહેનના એકના એક ભાઈ હતાં. પરિવારજનોના વધુમાં કહેવા મુજબ કેટલાક દિવસથી શ્વાસ ચડતો હતો બે દિવસ પહેલા જ રીપોર્ટ કરાવતા થાયરોડની બિમારી હોવાનું નિદાન થયું હતું.
આજે સવારે થરે બેભાન થઈ જતાં હોસ્પિટલે લાવ્યાં હતાં. અહીં તબીબે જોઈ તપાસી જીવ ન હોવાનું જણાવ્યું હતું. જ્યારે બે બહેનના એકના એક ભાઈના મોતથી પરિવારમાં કલ્પાંત છવાયો છે. બનાવ અંગે માલવીયાનગર પોલીસે જરૂરી કાર્યવાહી હાથધરી છે.