ભારત-ઓસ્ટ્રેલીયા વચ્ચે વન-ડે મેચ ૮૦૦ પોલીસ તૈનાત
નીહાળનાર ૨૮ હજાર જેટલા પ્રેક્ષકો અને ખેલાડીઓ માટે સઘન સુરક્ષા વ્યવસ્થા
રેન્જ આઈજી અશોક કુમાર યાદવ અને એસપી જયપાલસિંહ રાઠૌડનું નિરીક્ષણ
ખઢેર્રી સ્ટેડીયમ ખાતે ભારત-ઓસ્ટ્રેલીયા વચ્ચે વન-ડે મેચ દરમ્યાન પોલીસ દ્વારા ચુસ્ત બદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રેન્જ આઈજી અશોક કુમાર યાદવ અને જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌડના નિરીક્ષણ હેઠળ રાજકોટ ગ્રામ્યની ૮૦૦ થી વધુ પોલીસને બદોબસ્ત માટે તૈનાત કરવામાં અવશે.
આગામી તારીખ ૨૭/૦૯/૨૦૨૩ ના રોજ ખઢેર્રી સ્ટેડીયમ ખાતે ભારત-ઓસ્ટ્રેલીયા વચ્ચે વન-ડે સીરીઝનો ત્રીજો વન-ડે મેચ રમાનાર છે.જે મેચમા આશરે ૨૮ હજાર પ્રેક્ષકો મેચ નીહાળનાર છે.જે મેચ દરમ્યાન કોઇ અનીચ્છનીય બનાવ ના બને તે હેતુથી રેન્જ આઈજી અશોક કુમાર યાદવ અને જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌડની નિરીક્ષણ હેઠળ 1 એસ.પી,૬ ડી.વાય.એસ.પી,૧૦ પી.આઇ,૪૦ પી.એસ.આઇ તથા ૬૪ મહીલા પોલીસ કર્મચારી તથા ૪૬ ટ્રાફીક પોલીસ સહીત કુલ ૪૩૨ પોલીસ અધીકારી કર્મચારી તેમજ ખાનગી સીક્યુર્સીટી સહીત આશરે ૮૦૦ જવાનોનો ચુસ્ત બદોબસ્ત ગોઠવવામા આવેલ છે.
આ ઉપરાત રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી તથા એસ.ઓ.જી ટીમ તેમજ અશ્વ પોલીસ તેમજ બી.ડી.ડી.એસ. ની ૨ ટીમ તેમજ સી.સી.ટી.વી સર્વેલન્સની ૧ ટીમ દ્વારા બદોબસ્ત સ્ટેડીયમમા પ્રવેશવાના ગેઇટ પર ચેકીંગ માટે ૩૫ મેટલ ડિટેકટર તેમજ 2 બેગર્સ સ્કેનર તેમજ ૧૮ ડોર મેટલ ડિટેકરનો ઉપયોગ કરવામા આવનાર છે. આ ઉપરાંત ગ્રાઉન્ડની અંદર ખેલાડીઓની સુરક્ષા માટે પણ સઘન પોલીસ બદોબસ્ત રાખવામા આવેલ છે.
ગ્રાઉન્ડની અંદર કોઇપણ પ્રકારનો પ્રદાર્થ ફેકનાર સામે કાર્યવાહી
ભારત-ઓસ્ટ્રેલીયા વચ્ચે વન-ડે મેચ દરમ્યાન તમામ પ્રેક્ષકો ને પોલીસ દ્વારા ચેતવણી આપવામા આવે છે કે ગ્રાઉન્ડ ની અંદર અન-અધિક્રુત રીતે પ્રવેશ કરનાર તેમજ મેચ કોઇ વીક્ષેપ કે કોઇ ગ્રાઉન્ડ ની અદર કોઇપણ પ્રકારનો પ્રદાર્થ ફેકનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.તેમ રાજકોટ પોલીસ દ્વારા જણાવવામા આવે છે.