બંગાળી કારીગરો પાસે દોઢ કરોડના સોનાની ઘટ, મામલો પોલીસમાં
બે કારીગરો સોનું લઈ ભાગી ગયાની અફવાથી વેપારીઓઓમાં દોઢ ધામ
સોની બજારના જાણીતા જવેલર્સની દુકાનના વેપારીએ દાગીના બનાવવા આપેલું અંદાજીત બે કરોડનું ત્રણેક કિલોનું સોનુ લઈ બે કારીગરભાગી ગયાની અફવાથી દોડધામ મચી ગઈ હતી બન્ને કારીગરોએ પોતાનું દેણું ભરપાઈ કરી દીધાની વાતથી પોલીસ પણ ધંધે લાગી હતી. બંને કારીગરને સકંજામાં લઈ પૂછપરછ શરૂ કરતા મામલો સોનાની ઘટનો હોવાનું બહાર આવ્યું હતું.
સોની બજારમાં દાગીના બનાવવાનું પેઢી ધરાવતા કે.વી.એન્ડ સન્સના સુનિલભાઈ ફિચડીયા અને ડી.જે.એન્ડ સન્સના સંચાલક જીગ્નેશભાઈ ફિચડીયાબંગાળી કારીગર અસગર અને અફઝલને છેલ્લા ઘણા સમયથી સોનુ આપ્યા બાદ તેઓ નિયત સમયમાં દાગીનાઓ બનાવી આપે છે.ત્યારે સુનિલભાઈ અને જીગ્નેશભાઈએ બે કરોડનું અંદાજિત ત્રણ કિલો સોનું દાગીના બનાવવા આપ્યા બાદ બન્ને બંગાળી કારીગરોલાપતા થઈ જતા બંને જ્યાં કામ કરે છે ત્યાં જઈ તપાસ કરતા તેઓ પાસેથી કોઈ સોનું ન હતું અને દાગીનાઓ અંગે પૂછતા તેઓ ગોળ ગોળ જવાબ આપતા હોય જેથી વેપારીઓએ તુરંત એ ડિવિઝન પોલીસમાં મથકે દોડી ગયા હતા. એ-ડિવિઝન પોલીસે કારીગર અસગર અને અફઝલને સકંજાલીધા હતા.
પોલીસ સમક્ષ બન્ને કારીગરેકબૂલ્યું કે છેલ્લા ઘણા વર્ષથી બન્ને કારીગરો સોની વેપારીના દાગીના બનાવવાનું કામ કરે છે. સોની વેપારીઓનું સોનું તેમની પાસે જમા હોય છે. વેપારીઓ દ્વારા આપવામાં આવેલું આશરે દોઢ કરોડનું જમા સોનું એક સાથે બધા વેપારીઓએ માંગતા પરત આપવામાં થોડો સમય લાગ્યો હોય અને આટલું સોનું એક સાથે પરત ન આપી શકતા મામલો એ ડિવિઝન પોલીસમાં પહોંચ્યો છે. પીઆઇ ડી.એમ.હરિપરા અને વધુ તાપસ અને પૂછપરછ શરૂ કરી છે.