૮૦ ફૂટ રોડ પર જય માતાજી ચાઈનીઝમાંથી વાસી મંચુરિયન, સાવરિયા પાંઉભાજીમાંથી વાસી પાંઉ પકડાયા
ઘણા લાંબા સમયથી વાસી ખાણીપીણી ધાબડવાનું ચાલી રહ્યું’તું કારસ્તાન
મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરના ૮૦ ફૂટ રોડ ઉપર જય માતાજી ચાઈનીઝ એન્ડ પંજાબી' નામની પેઢી પર દરોડો પાડી ચેકિંગ કરાતાં ત્યાંથી વાસી મંચુરિયનનો પાંચ કિલોનો જથ્થો મળી આવતાં સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે આ જ વિસ્તારમાં આવેલી
સાવરિયા પાંઉભાજી એન્ડ પુલાવ’માં ચેકિંગ કરવામાં આવતાં ત્યાંથી ચાર કિલો વાસી પાંઉનો જથ્થો મળી આવતાં તેનો નાશ કરી પેઢી સંચાલકને નોટિસ ફટકારવામાં આવી હતી.
દરમિયાન ફૂડ વિભાગ દ્વારા ઉમિયા ચોકથી બાપા સીતારામ ચોક સુધીના તેમજ કૂવાડવા રોડ વિસ્તારમાં ખાણીપીણીનું વેચાણ કરતાં ૨૮ ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવતાં ૧૩ પાસે લાયસન્સ ન હોવાનું ખુલ્યું હતું. જ્યારે ખાણીપીણીના ૨૮ નમૂનાનું ચેકિંગ કરવામાં આવતાં કોઈમાં ભેળસેળ ન હોવાનું ધ્યાન પર આવ્યું હતું.