કાલે ઓખા-દેહરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે
પોરબંદર – મુઝફ્ફરપુર ટ્રેન પણ બે દિવસ માટે રદ
દિલ્હી ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત જી-20 સમિટ 2023 માટે મહત્વપૂર્ણ વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખીને રેલવેએ ટ્રેન હેન્ડલિંગનું આયોજન કર્યું છે. જેમાં રાજકોટ રેલવે ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોના રૂટ માં ફેરફાર કરવામાં આવ્યો છે.જેમાં કાલે ટ્રેન નંબર 19565 ઓખા-દહેરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસને દિલ્હી થઈને ચલાવવા માટે ડાયવર્ટ કરવામાં આવશે.તેમજ 10મી સપ્ટેમ્બર, 2023ની ટ્રેન નંબર 19566 દેહરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસને દિલ્હી થઈને ચલાવવા માટે ડાયવર્ટ કરવામાં આવશે. જ્યારે પૂર્વોત્તર રેલ્વેના ગોરખપુર કેન્ટ યાર્ડ રિમોડેલિંગ અને ગોરખપુર-ભટની સેક્શનના ગોરખપુર કેન્ટ-કુસમ્હી સ્ટેશન વચ્ચે ત્રીજી લાઈન શરૂ કરવાના સંબંધમાં નોન-ઈન્ટરલોકિંગ કામ માટે કાલે અને તા 08.09.2023 ના રોજ પોરબંદરથી ઉપડનારી ટ્રેન નંબર 19269 પોરબંદર – મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન અને મુઝફ્ફરપુરથી 10.09.2023 અને 11.09.2023 ના રોજ ઉપડનારી ટ્રેન નંબર 19270 મુઝફ્ફરપુર – પોરબંદર એક્સપ્રેસ ટ્રેન સંપૂર્ણપણે રદ રહેશે.