ન્યારી-૧ ડેમ છલકાયો
નાયબ કાર્યપાલક ઇજનેર, રાજકોટ સિંચાઈ વર્તુળ ૧/૪ના જણાવ્યા પ્રમાણે ન્યારી-૧ ડેમ તેને નિર્ધારિત સપાટીએ ૧૦૦ % ભરાઈ ગયો હોવાથી બપોરે ૪.૩૦ વાગ્યે ન્યારી ડેમના બે દરવાજા ૦.૫ ફૂટે ખોલવામાં આવ્યા છે, આથી પડધરી તાલુકાના ગોવિંદપર, ખામટા, રામપર, તરઘડી તથા વણપરી ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા તથા સાવચેત રહેવા પ્રોટોકોલ મામલતદારની યાદીમાં જણાવ્યું છે