કોર્પોરેશનમાં ફરિયાદ માટે હવે ૧૫૫૩૦૪ ડાયલ કરવો પડશે
સમગ્ર દેશમાં તમામ મહાનગર માટે એક જ સમાન હેલ્પલાઇન નંબર
રાજકોટ : ભારત સરકાર દ્વારા દેશના તમામ મહાનગરોમાં હેલ્પલાઇન માટે ૧૫૫૩૦૪ નંબર નક્કી કરતા હવેથી રાજકોટ શહેરમાં કોર્પોરેશનની લગતી તમામ સમસ્યાઓ માટે ફરિયાદ માટે ૦૨૮૧-૨૪૫૦૦૭ અને ૧૮૦૦-૧૨૩-૧૯૭૩ને બદલે એક જ શોર્ટ કોડ ૧૫૫૩૦૪ નંબર ડાયલ કરી સરળતાથી નોંધાવી શકશે
ભારત સરકારનાં મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી દ્વારા ભારતની તમામ મહાનગરપાલિકાઓની વિવિધ સેવાઓ અંગેની ફરિયાદો માટે અલગ અલગ નંબરને બદલે તમામ ફરિયાદોની નોંધણી સમગ્ર દેશમાં એક જ કોમન નંબર દ્વારા કરી શકાય તેવી વ્યવસ્થા શરુ કરવામાં આવેલ છે. આ માટે ૧૫૫૩૦૪ નંબરનો શોર્ટ કોડ અમલમાં મુકવામાં આવેલ છે. ભારત સરકારની આ યોજનાનો અમલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેતા હવેથી કોલ સેન્ટરનાં નંબર ૦૨૮૧-૨૪૫૦૦૭૭ તેમજ ટોલ – ફ્રી નંબર ૧૮૦૦-૧૨૩-૧૯૭૩નાં સ્થાને શોર્ટ કોર્ડ નંબર ૧૫૫૩૦૪ પરથી લોકો પોતાની મહાનગરપાલિકાની સેવાઓ અંગેની ફરિયાદો નોંધાવી શકશે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૦૮થી ૨૪ x ૭ કોલ સેન્ટર ચાલુ કરવામાં આવેલ છે. જેમાં વાર્ષિક ૩.૭૫ લાખ ફરિયાદો નોંધવામાં આવે છે. હાલમાં રાજકોટ મહાનગર પાલિકાના કોલ સેન્ટરની સેવાઓને ડાર્ક ફાયબર દ્વારા મહાનગરપાલિકાનાં સેન્ટ્રલ ઝોન સર્વર સાથે કનેક્ટ કરવામાં આવેલ છે. આથી લોકોને મહાનગરપાલિકાની સેવાઓ અંગેની પોતાની ફરિયાદો નોંધાવવામાં સરળતા રહેશે. આ ઉપરાંત મહાનગરપાલિકાની વેબસાઈટ, મોબાઈલ એપ તેમજ વોટ્સએપ ચેટબોટ દ્વારા પણ લોકો પોતાની ફરિયાદો નોંધાવી શકે છે.