ફડચામાં ગયેલ રાજકોટ જિલ્લાની 36 મંડળીઓની નોંધણી રદ કરવા નોટિસ
જિલ્લા રજિસ્ટ્રાર રાજકોટ દ્વારા વારંવાર દફ્તર ચાર્જ અને હિસાબી સાહિત્ય સોંપવા હુકમ છતાં મંડળીઓ દ્વારા જવાબ ન અપાતા કડક પગલું
રાજકોટ : રાજકોટ શહેર અને જિલ્લામાં આવેલી જુદી-જુદી 36 સહકારી મંડળીઓ વર્ષ 2016થી 2022 સુધીમાં ફડચામાં ગયા બાદ નિયમ મુજબ આવી મંડળીઓએ પોતાનું દફ્તર અને હિસાબી સાહિત્ય જિલ્લા રજિસ્ટ્રાર કચેરીમાં જમા કરાવી દેવાનું હોય છે પરંતુ વારંવારની સૂચના છતાં મંડળીના સંચાલકોએ દફ્તર જમા ન કરાવતા અંતે જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા આ તમામ 36 મંડળીઓને એક મહિના દફ્તર ચાર્જ સોંપી આપવા હુકમ કરતી આખરી નોટિસ ફટકારી છે અન્યથા તમામ મંડળીઓની માન્યતા રદ કરવા પણ જણાવાયું છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ જિલ્લા રજિસ્ટ્રાર વિશાલ કપુરીયા દ્વારા વર્ષ 2016થી વર્ષ 2022 સુધીના સમયગાળામાં ફડચામાં ગયેલ સરદાર સેવા સ.મં.લી. નાની પરબડી, રાજકોટ જનરલ શરાફી મહકારી મંડળી લી., જી.એસ. શરાફી સહકારી મંડળી લી. રાજકોટ, ગોકુલ સામુદાયિક ખેતી સહકારી મંડળી લી.મોટી પાનેલી, ઓમકાર ક્રેડીટ કો-ઓ. સોસાયટી લી. રાજકોટ, ઓમ શરાફી સહકારી મંડળી લી.રાજકોટ, અણીયારા સેવા સ.મં લી અણીયારા, પ્રિન્સ શરાફી સહકારી મંડળી લી.રાજકોટ, એ. વી. જસાણી ટી.બી.હોસ્પીટલના કામ ધિ.ગ્રા.સ.મં.લી. રાજકોટ, રોયલ કેડીટ કો-ઓ. સોસાયટી લી. રાજકોટ, આઈ.એસ.પી.એલ.ઈન્ફન્ટ્રીઝના કર્મચારીઓ લી. રાજકોટ,અમર શરાફી સહકારી મંડલી લી.રાજકોટ, કૈલાસ મજુર બાંધકામ સહકારી મંડળી લી.જેતપુર, શ્રમિક મ.બો,સ.મં.લી મુ. રાજકોટ, લક્ષ્મીનયના શરાફી સહકારી મંડળી લી. રાજકોટ, કાળાસર મ.બા,સ.મં.લી.મુ. કાળાસર, શિવ શક્તિ હરી. મ.બી.સ.મં.લી મુ. સુપેડી, અર્નિંગડીમ કેડીટ કો-ઓ.સોસાયટી લી. રાજકોટ, સ્વાશ્રય ગ્રાહક ભંડાર લી.રાજકોટ, મહાલક્ષ્મી બચત સહકારી મંડળી લી. રાજકોટ, સરદાર પટેલ સેવા સ.મં.લી. રાવણા, ધરાળા સેવા સ.મે.લી.ધરાળા, સમય શરાફી સહકારી મંડળી લી.રાજકોટ, કૃષ્ણ વિદ્યાલય કમ.ધિ અને ગ્રા.સ.મે. લી.રાજકોટ, ગજાનન શરાફી સહકારી મંડળી લી. રાજકોટ, ભાગ્યોદય મ.લી.મુ.હલેન્ડા, આધ્યાશક્તિ મં.લી. મુ. રામળીયા, પ્રતાપપુર મહિલા દૂધ ઉત્પાદક સ.મં.લી,. રાજલક્ષ્મી કો.ઓપ હાઉસિંગ લો.લી.રાજકોટ, શાસ્ત્રીનગર કો-ઓ.હા.સો.લી. ધોરાજી, ઠક્કરબાપા કો-ઓપ હા. સો લી.રાજકોટ, શમદેવ કો-ઓપ હાઉસિંગ સોસા.લી રાજકોટ, મનોહર કો. ઓ. હા.મો.લી. રાજકોટ, ભીમ નગર કો-ઓપ હાઉસિંગ સોસા લી રાજકોટ અને તીરુપતી કો.ઓપ. હાઉસિંગ સોસા.લી.જેતપુર સહિત 36 મંડળીઓને આખરી નોટિસ આપવામાં આવી છે.
ઉપરોક્ત મંડળીઓ દ્વારા એક મહિનાના સમયગાળામાં જો જિલ્લા રજિસ્ટ્રાર કચેરીને મંડળીના દફ્તરનો ચાર્જ સોંપવામાં નહીં આવે તો તમામ મંડળીઓની માન્યતા રદ કરી તમામ મંડળીઓના બેન્ક એકાઉન્ટમાં રહેલ ધનરાશિ સરકાર ખાતે જમા કરાવી કાનૂની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું સત્તાવાર રીતે જાહેર કરાયું હતું.