રાજકોટમાં ઇંડા અને નોનવેજની એકેય દુકાન કે રેંકડી પાસે લાયસન્સ જ નથી!!
તંત્ર જ કાર્યવાહીમાં સોડ તાણશે તો થઇ ગયો શહેરનો `વિકાસ’
ખુદ મહાપાલિકાનો લાયસન્સ ઇસ્યૂ નહીં કર્યાનો એકરાર; તો પછી ગમે ત્યાં માંસ-મટન ટીંગાડીને ધંધો શા માટે કરવા દેવાય છે? શા માટે ભદ્ર સમાજને નાક પર હાથ કે રૂમાલ રાખવા મજબૂર કરાય છે?
રંગીલા રાજકોટીયન્સ કે જેની તોલે ખાણીપીણીની જ્યાફત ઉડાવવામાં કોઈ ન આવે તેવા આ શહેરને ઈંડા-નોનવેજની વાનગીઓનું નિયમ વિરુદ્ધ જઈને વેચાણ કરતા તત્ત્વોનું ગ્રહણ' લાગી ગયું હોય તેવી રીતે લગભગ દરેક વિસ્તારમાં ચિકન-મટન-ઈંડાથી બનેલી વસ્તુઓ છડેચોક ટીંગાયેલી જોવા મળી રહી છે !! આ દૃશ્યો જોઈને ભદ્ર સમાજ (જેઓ નોનવેજ ખાવું-સુંઘવું તો દૂર પણ જોવાનું પણ પસંદ નથી કરતા) તેના માટે તોભીંસ’માં મુકાઈ ગયા જેવી સ્થિતિ નિર્માણ થઈ રહી હોય છે એટલા માટે જ તેમણે કાં તો આંખો બંધ કરવી લેવી પડે છે, કાં તો મોઢે રૂમાલ અથવા હાથ રાખી દેવો પડે છે ! શહેરનો લગભગ ૭૦% વર્ગ એવો છે જે જાહેર માર્ગો પર ખડકાઈ ગયેલી ઈંડા-નોનવેજની રેંકડીઓથી કંટાળી ગયો છે ત્યારે આ વિશે તેમણે તંત્રને વારંવાર ફરિયાદો પણ કરેલી છે છતાં તેનું કશું જ પરિણામ ન આવતાં હવે વૉઈસ ઑફ ડે' દ્વારાપ્રજાનો અવાજ’ બનવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી રહી છે. જેનું પરિણામ ન આવે ત્યાં સુધી ચાલશે. પ્રથમ હપ્તામાં જ એવી ચોંકાવનારી વિગતો સામે આવી છે કે રાજકોટમાં ઉભી
રહેતી ઈંડા-નોનવેજની એકેય રેંકડી અને જ્યાં ત્યાં શરૂ થઈ ગયેલી દુકાન પાસે લાયસન્સ
નથી!! આ વાતનો એકરાર ખુદ તંત્રે જ કર્યો છે ત્યારે શા માટે આ દૂષણ બંધ કરાવવામાં આવી રહ્યા નથી તે પણ વિચારવા જેવી બાબત છે.
મનપા કેમ બધ નથી કરાવતી ઇંડા, માંસ અને મટનની ગેરકાયદે રેંકડીઓ
`વોઇસ ઓફ ડે’એ મનપાના જવાબદાર અધિકારીને પૂછેલા સવાલ અને તેમણે આપેલા જવાબ અત્રે પ્રસ્તુત છે.
સવાલ: ખાણી પીણીની ચીજ વસ્તુના વેચાણ માટે લાયસન્સ જરૂરી કે નહીં?
જવાબ: હા
સવાલ: જાહેર માર્ગ પર ખાણી પીણીની રેંકડી કે ગલ્લા માટે લાયસન્સ જરૂરી કે નહીં?
જવાબ: હા
સવાલ: રાજકોટમા જાહેર માર્ગ પર વ્યયસાય કરતા ખાણી પીણીના કેટલા ધંધાર્થી લાયસન્સ ધરાવે છે?
જવાબ: ના, કોઈ પાસે નથી
સવાલ: જાહેર માર્ગો પર ઈંડા, માંસ, મટન વેચતા કેટલા રેંકડી- ગલ્લાધારકો લાયસન્સ ધરાવે છે?
જવાબ: ના
સવાલ: તો પછી લાયસન્સ વગર જાહેર માર્ગ પર ઈંડા, માંસ,મટન નુ વેચાણ કરવુ એ ગેરકાયદે કૃત્ય ગણાય કે નહીં?
જવાબ: હા
સવાલ: જાહેર માર્ગ પર ટેબલ ખુરશી રાખીને કોઈ ધંધાર્થી ધધો કરી શકે? એ રીતે ધધો કરવો એ દબાણ કર્યું કહેવાય કે નહીં?
જવાબ: હા
સવાલ: જો આ બધા કૃત્ય ગેરકાયદે હોય તો તે અટકાવવાની જવાબદારી કોની?
જવાબ: ફૂડ શાખા, દબાણ હટાવ શાખા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા અને વિજીલન્સ બ્રાંચ
જાહેર જનતાએ આ ખાસ નોંધ લેવી…
મનપા પોતે સ્વીકારે છે કે જાહેર માર્ગ પર લાયસન્સ વગર ઈંડા, માંસ,મટન વેચવું એ ગેરકાયદે કૃત્ય છે.
વાંધો નોન વેજના વેચાણ સામે નથી, મુદ્દો કાયદાના છડેચોક થતા ભંગનો છે.
મુદો એ છે કે શુ કોઈ પણ વ્યક્તિ ગમે તે સ્થળે જાહેર માર્ગ પર વગર લાયસન્સે ધધો કરી શકે?
સવાલ સીધો સાદો છે…
શું મનપા આ ગેરકાયદે કૃત્યો બધ કરાવશે? કે પછી ખુલ્લેઆમ કાયદાનો ભંગ થવા દેશે?
આટલા વિસ્તારમાં ઈંડા-નોનવેજનું `બિન્દાસ્ત’ વેચાણ દરોડાની છે હિંમત?
- સદર બજાર અને ભીલવાસ
- ફૂલછાબ ચોક
- રૈયા રોડ (આઝાદ ચોકથી લઈ હનુમાન મઢી સુધી)
- જામનગર રોડ (પેટ્રોલપંપની બાજુમાં, ક્રાઈમ બ્રાન્ચની સામે)
- ભક્તિનગર સ્ટેશન પ્લોટ (સ્ટેશન પહોંચવાના રસ્તે)
- ઉપલાકાંઠે
- લક્ષ્મીનગર (બ્રિજ ચડતાંની સાથે જ)
- નાનામવા સર્કલ પાસે
- સાધુ વાસવાણી રોડ પર
- હેમુ ગઢવી હોલ પાછળ
- ગોંડલ રોડ પર ઓવરબ્રિજ નીચે
- રેલવે સ્ટેશન પાસે
- મોચીબજાર
આટલા લોકોની જવાબદારી બને, બને અને બને જ…
ફૂડ શાખા
કામગીરી: ઈંડા-નોનવેજની દુકાન-રેંકડીએ જઈને સેમ્પલ લેવું
નબળાઈ: બે-ત્રણ મહિને એકાદ વખત સેમ્પલિંગ
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ
કામગીરી: ઈંડા-નોનવેજની દુકાન-રેંકડી આસપાસ ગંદકી અંગેનું ચેકિંગ કરવું
નબળાઈ: ચેકિંગ તો દૂર ક્યારેય આસપાસ ફરકતી પણ નથી
દબાણ હટાવ શાખા
કામગીરી: ઈંડા-નોનવેજ દુકાન-રેંકડીનું દબાણ ગેરકાયદે હોય તો હટાવવું
નબળાઈ: દબાણ દેખાય તો છે, હટાવવાની ક્યારેય હિંમત નથી કરી
વિજિલન્સ શાખા
કામગીરી: ત્રણેય શાખા સાથે રહીને ચુસ્ત બંદોબસ્ત જાળવવો
નબળાઈ: સ્ટાફ સાથે તૈનાત તો રહે છે, હાક નથી વાગતી
