રાજકોટ જિલ્લાનાં ૮ ડેમોમાં નવા નીર આવ્યા
ભાદર-૨મા અંદાજે ૪ ફુટ નવા પાણીની આવક
રાજકોટ : રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે કુલ ૦૮ ડેમોમાં ૨૪ કલાકમાં નવા નીરની આવક થઇ છે. જેમાં મોજ ડેમ ૦.૯૮, ફોફળ ડેમ ૦.૫૯ ફૂટ, આજી-૧ ડેમ ૦.૧૩ ફૂટ, આજી-૨ ડેમ ૦.૨૩ ફૂટ, સુરવો ડેમ ૦.૩૩ ફૂટ, ન્યારી-૨ ડેમ ૦.૩૩, છાપરાવાડી-૨ ડેમ ૩.૨૮ ફૂટ અને ભાદર-૨ ડેમ ૩.૯૪ ફૂટ નવા નીરની આવક થઇ છે.
આ સાથે રાજકોટ જિલ્લાના જળાશયના કેચમેન્ટ વિસ્તારમાં નોંધાયેલ સૌથી વધુ વરસાદ ભાદર-૨ ડેમમાં ૭૦ મી.મી,છાપરાવાડી-૨ ડેમમાં ૪૦ મી. મી, ફોફળ ડેમમાં ૮૭ મી.મી., મોજ ડેમમા ૫૦ મી.મી, આજી-૧ ડેમમાં ૧૦મી.મી, આજી-૨ ડેમમાં ૧૦ મી.મી., સુરવો ડેમમાં ૩૫ મી.મી. વરસાદ થયો છે, તેમ રાજકોટ સિંચાઈ વર્તુળ પુર એકમની યાદીમાં જણાવાયું છે.