મેઘાણીનગરમાં ઇન્સ્ટાગ્રામની રિલ્સ મોકલવા બાબતે પડોશી વચ્ચે માથાકૂટ
તમારો જેટલો મગજ છે એટલો તો મારો છટકેલો છે એટલે શાંતિ રાખ’ રિલ્સ મામલે બઘડાટી બોલાવનાર સાત શખ્સો સામે ફરિયાદ
સહકાર મેઇન રોડ પર આવેલા મેઘાણીનગરમાં ઇન્સ્ટાગ્રામ પર મોકલેલા રિલ્સ મામલે પડોશીમાં માથાકૂટ થતા બન્ને પરિવારો વચ્ચે મારામારી થઇ હતી જેમાં ભક્તિનગર પોલીસે ગુનો નોંધ્યો હતો.
ન્યુ મેઘાણીનગર શે.નં.06માં રહેતા માનસીબેન મયુરભાઈ આહીરે નોંધાવેલી ફરીયાદમાં કિરણભાઈ રજપુત, મહેશભાઈ ખેર,ગણેશભાઈ ડાભી, ગણેશભાઈના મોટાભાઈ અજાણ્યા છ શખ્સોના નામ આપ્યા છે. બનાવનું કારણ અગાઉ પાડોશમાં રહેતા વર્ષાબેન સોલંકીના પુત્ર ધ્યાનમે ઈન્સ્ટાગ્રામમાં મહેશભાઈ ખેરના પુત્ર માનદેવે એક રીલ મોકલેલ જેમાં તારો જેટલો મગજ છે એટલો તો મારો છટકેલો છે, એટલે શાંતી રાખ તેવો ડાયલોગ હતો આ બાબતે વર્ષાબેનનો દિકરો ધ્યાનમ અને મારો પુત્ર રૂદ્રરાજ તે સામાવાળા માનદેવના મમ્મી પ્રતીભાબેન ને કહેવા જતા તેઓએ કહ્યું વીડીયો મોકલાશે તમારાથી થાય તે કરી લે અને હવે માથાકૂટ કરવી હોઈ તો હોઈ એટલાને લઈ આવ, આ બનાવ બાદ માનસીબેનના ઘર પાસે આવી બે અજાણ્યા શખ્સોએ પતિ મયુર નામનો અવાજ કરતા તે બહાર નીકળી જોતા પાડોશમાં રહેતા ગણેશભાઈના મોટા ભાઈ અને બે શખ્સોએ કહેલ કે મયુર ને બહાર કાઢ આજ તો પતાવી દેવો છે. દેકારો થતા એટલામા બીજા અજાણ્યા ચારેક માણસો ઘરની નજીક આવતા હતા. તેમા કિરણ રજપુતે(શીતલ સ્ટુડયો),મહેશ ખેર,ગણેશભાઈ ડાભી અને બીજા બે ત્રણ અજાણ્યા માણસો હતા. આ મામલે પોલીસે વધુ તપાસ શરુ કતી હતી.