સૌરાષ્ટ્રમાં માટે રાજકોટમાં એનડીઆરએફની ટિમ રિઝર્વ
ભારે વરસાદ તેમજ ગણેશ વિસર્જન સહિતના પ્રસંગોમાં આપતી વેળાએ સજ્જ રહેશે
ગણેશ વિસર્જન સહિતના પ્રસંગો ઉપરાંત ભારે વરસાદની સ્થિતિ નિર્માણ થાય તો રાજકોટથી સમગ્ર સૌરાષ્ટ્રમાં એનડીઆરએફની મદદ મળી રહે તે માટે રાજય સરકારના ડિઝાસ્ટર મેન્જમેન્ટ વિભાગે એનડીઆરએફની ટીમ રાજકોટ માટે રિઝર્વ રાખવા આદેશ આપતા મંગળવારે ભાવનગરથી એનડીઆરએફની એક ટીમ રાજકોટ આવી પહોંચી હતી. એનડીઆરએફના જવાનો રાજકોટ એસઆરપી કેમ્પ ખાતે મુકામ કરશે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદની સ્થિતિમાં જરૂર પડયે બચાવ રાહત કાર્ય માટે એનડીઆરએફની મદદ મળી રહે તે માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ ગાંધીનગર દ્વારા રાજકોટ ખાતે એક એનડીઆરએફની ટીમ મોકલવા આદેશ કરતા ભાવનગર રહેલી એનસીઆરએફની ટીમ મંગળવારે રાજકોટ આવી પહોંચી હતી અને કલેક્ટરને રિપોર્ટિંગ કર્યું હતું.
નોંધનીય છે કે, જન્માષ્ટમીના તહેવારોમાં ભારે વરસાદના સમયે પણ વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની મદદ માટે એનડીઆરએફની ટીમને બોલાવવામાં આવી હતી. જે બાદ પરિસ્થિતિ સામાન્ય થતા એનડીઆરએફની ટીમો રવાના થઇ હતી અને હાલમાં ગણેશ વિસર્જન સહિતના પ્રસંગોમાં કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે એનડીઆરએફની ટીમ રાજકોટમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને રાજકોટથી સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં જરૂર પડયે ત્યાં આ ટીમોને બચાવ-રાહત માટે દોડાવવામાં આવશે.