નેશનલ સ્વિમિંગ કોમ્પિટિશન,રમતવિભાગની તૈયારી પાણીમાં: ગંદકી વચ્ચે ખેલાડીઓને રહેવું પડયું
પેટા.. 3500 જેટલા સ્પર્ધકોને હોટલના બદલે ભગવતીપરામાં ચાર વર્ષથી બંધ ટાઉનશીપમાં અસુવિધાઓ વચ્ચે રાખવામાં આવતા નારાજગી: સાત વર્ષ બાદ નેશનલ કોમ્પિટિશન માટે તક મળી હતી પણ તંત્રએ નાક કપાવ્યું…!!!
7વર્ષ બાદ રાજકોટમાં યોજાયેલી નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં સ્પર્ધકોની મહેનત પર રમત ગમત વિભાગએ પાણી ફેરવી નાખ્યું છે. નેશનલ કોમ્પિટિશન માટે અલગ અલગ રાજ્યમાંથી આવેલા સ્પર્ધકોને થ્રી સ્ટાર હોટલમાં ઉતારો આપવાના બદલે ગંદકીના ગંજ અને પ્રાથમિક સુવિધા પણ ન હોય તેવી ટાઉનશીપમાં ઉતારો આપતા રાજકોટનાં રમત ગમત તંત્રને આ ઘટનાથી કલંકિત થવું પડ્યું છે.

રાજકોટ જિલ્લાના રમત ગમત વિકાસ અધિકારી લાંબા સમયથી રજા ઉપર હોવાના લીધે મોરબીના અધિકારીને ચાર્જ સોંપવામાં આવ્યો હતો પરંતુ તેઓ આ રમતવીરો માટે પૂરતી સુવિધા પણ ઊભી ન કરી શકતા બહારના રાજ્યોમાંથી આવેલા ખેલાડીઓમાં ભારે રોષ છવાઈ ગયો છે.
સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધા માટે રાજકોટને તક આપી છે. દેશભરમાંથી 3500 જેટલા વિદ્યાર્થીઓ રાજકોટ આવ્યા છે. આ રમતવીરોને જે લેટર આપવામાં આવ્યો હતો તેમાં સારી હોટલમાં રહેવાની સુવિધા અપાસે તેઓ ખાસ ઉલ્લેખ થયો હોવા છતાં પણ ભગવતીપરામાં ચાર વર્ષથી બંધ કોર્પોરેશનની શહિદ રાજગુરુ ટાઉનશિપમાં ઉતારો આપવામાં આવ્યો છે.
જ્યાં ભોજનની કોઈ સુવિધા નથી, આવાસના રૂમમાં ક્યાંય પંખા નથી એટલું જ નહીં ચારે બાજુ ગંદકી વચ્ચે ટોયલેટમાં પાણીની પણ સુવિધાઓ નથી, વિદ્યાર્થીઓના રોષને જોઈને તંત્રએ તાત્કાલિક ધોરણે પ્રાથમિક સુવિધા આપવા માટે દોડધામ શરૂ કરી દીધી હતી.
બોક્સ 1 નેશનલ તો ઠીક અહીં ડિસ્ટ્રિક્ટ કોમ્પિટિશન યોજી શકાય એવું નથી..!!:કેરળના કોચનો રોષ
કોઠારીયા રોડ પર સરદાર પટેલે સ્વિમિંગ આજુબાજુમાં પણ ગંદકીના ગંજ જોવા મળ્યા હતા. આ પ્રકારની વ્યવસ્થા જોઈને બહારના સ્ટેટના કોચ અને સ્પર્ધકો નારાજ થઈ ગયા હતા.કેરળના કોચએ કહ્યું કે, અહીંના સ્વિમિંગ પૂલ અને પ્રેક્ષક ગેલેરી પણ ટૂંકી છે, જેના લીધે ખેલાડીઓની સાથે આવેલા પેરેન્ટ્સ પોતાના બાળકોને સ્વિમિંગ કરતા પણ જોઈ શકતા નથી. નેશનલ કોમ્પિટિશન તો ઠીક પણ અહીં ડિસ્ટ્રિક્ટ કોમ્પીટીશન પણ યોજી શકાય એવું નથી.