નારીશક્તિઃ સૌરાષ્ટ્રની પ્રથમ મહિલા લોકો પાઈલટ સરિતા કુશવાહ
એશિયામાં પણ પ્રથમ મહિલા ટ્રેન ડ્રાઈવર સુરખા યાદવના ઇન્ટરવ્યૂથી પ્રભાવિત લોકો પાયલટ બનવાનું નક્કી કર્યું
આર્થિક સહિતની અનેક પ્રતિકુળતાને પછાડી આ સરિતાએ સપનાની ઉડાનને સફળતાની પાંખ આપી
મહિલાઓએ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી છે તેમાં રેલ્વે પણ બાકી નથી. રાજકોટ રેલવે ડિવિઝનમાં સરિતા કુશવાહ સૌરાષ્ટ્રનાં એક માત્ર ટ્રેનનાં ટ્રેનનાં મહિલા પાયલોટ છે. હાલ તેઓ માલગાડી ચલાવી દેશના સીમાડા સુધી સફર કરી છે.

મૂળ મધ્યપ્રદેશનાં વતની અને સામાન્ય ખેડૂત કુટુંબમાંથી આવતા સરિતા કુશવાહ હાલ જામનગરમાં રહે છે અને તેઓ સૌરાષ્ટ્રનાં એકમાત્ર મહિલા ટ્રેન પાયલોટ તરીકે ફરજ બજાવી રહ્યા છે. સૌરાષ્ટ્રની એક માત્ર લોકો પાયલોટ સરિતા કારકિર્દી બનાવવા દિવસ રાત મહેનત કરતી અન્ય મહિલાઓ માટે માર્ગદર્શક બન્યા છે.
સામાન્ય કુટુંબમાં રહેલી આર્થિક સહિતની અનેક પ્રતિકુળતાને પછાડી આ મહિલાએ સપનાની ઉડાનને સફળતાની પાંખ આપી છે. સરિતાને લોકો પાયલોટ બનાવા પ્રેરણા કેવી રીતે મળી તે બાબતની વતચીતમાં સરિતા કુશવાહે જણાવ્યું કે, કોલેજકાળ દરમિયાન એફએમ રેડિયોમાં લોકો પાયલોટ સુરેખા યાદવનો ઇન્ટરવ્યૂ સાંભળ્યો હતો, મહારાષ્ટ્રના સતારાની રહેવાસી સુરેખા યાદવ વર્ષ 1988માં માત્ર ભારતમાં જ નહીં પરંતુ એશિયામાં પણ પ્રથમ મહિલા ટ્રેન ડ્રાઈવર બન્યા હતા. જેનો ઇન્ટરવ્યૂ સાંભળ્યા બાદ સરિતા કુશવાહે તે વખતે જ મનમાં દ્રઢ સંકલ્પ કરી લોકો પાયલોટ બનવાનું સપનું સેવી મહેનતના શ્રી ગણેશ કર્યા હતા. લોકો પાયલોટ બનવા સરિતા કુશવાહે તૈયારીમાં દિવસ રાત જોયા વગર ખંતપૂર્વક મહેનત કરતા સફળતા મળી હતી.વેસ્ટન રેલવેના રાજકોટ ડિવિઝનમાં સરિતા કુશવાહનું પ્રથમ પોસ્ટિંગ થયું હાલ તેઓ દસ વર્ષથી ટ્રેનમાં પાયલોટ તરીકે સેવા બજાવી રહ્યા છે. ટ્રેનમાં શરૂઆતથી સતર્ક રહી અને સેફટીથી સેવા આપી રહ્યા છે.
“મારાથી આ નહિ થાય અથવા હું કેમ કરી શકીશ” તેવા વિચારો ત્યાગી મહેનત કરો: સરિતા
સરિતા કુશવાહ જેઓ સૌરાષ્ટ્રના એક માત્ર ટ્રેનના મહિલા પાયલોટ છે. મૂળ મધ્યપ્રદેશનાં વતની અને સામાન્ય ખેડૂત કુટુંબમાંથી આવે છે. સૌરાષ્ટ્રનાં એકમાત્ર મહિલા ટ્રેન પાયલોટ તરીકે ફરજ બજાવીતા સરિતાએ મહિલાઓને સંદેશો પાઠવતા જણાવ્યું કે, કોઈ પણ મહિલાઓએ પોતાનું ધ્યેય નક્કી દિવસ રાત જોયા વગર મહેનત કરે તો એક દિવસ સફળતા જરૂર મળે છે. ‘આ મારાથી નહિ થાય’ ‘આ હું કેમ કરી શકીશ’ આવા વિચારોને તિલાંજલી આપી લક્ષ્ય પ્રાપ્તિ માટે મહેનતને વળગી રહેવું જોઈએ
ગુજરાતમાં 20 મહિલા લોકો પાઈલોટ
મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, “તાજેતરમાં જ રેલવેમાં લોકોપાયલોટ તરીકે વધુ મહિલાઓ જોડાઈ છે. હાલમાં, સરિતા સહિતની લગભગ 20 મહિલા આસિસ્ટન્ટ લોકો પાઇલોટ્સ છે, જેઓ માત્ર માલ ગાડી જ નહિ પરતું પેસેન્જર ટ્રેન પણ ચલાવે છે. જો કે, અમે ધીમે ધીમે તાલીમ શેડ્યૂલનું આયોજન કર્યું છે અને વધુને વધુ મહિલાઓને પેસેન્જર ટ્રેનોમાં ફરજો સોંપવામાં આવશે. 2019-20માં, અમદાવાદ ડિવિઝને કોવિડ લોકડાઉન દરમિયાન સમયનો ઉપયોગ મહિલા ડ્રાઇવરો માટે વધુ અનુકૂળ સુવિધાઓને અપગ્રેડ કરવા માટે કર્યો હતો.